Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

મહેસાણાની દૂધસાગર ડેરીમાં આવેલ ભંગારના ડેલામાં આગ લાગતા દોડધામ

મહેસાણાઃ મહેસાણા ખાતે આવેલી દૂધસાગર ડેરીમાં આવેલા ભંગાર મુકવાના ગોડાઉનમાં આગ લાગી હતી. બનાવની જાણ થતા મહેસાણા ફાયર ફાઇટરની 3 ગાડી ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી છે. દૂધસાગર ડેરીનો ભંગાર ગોડાઉનમાં રાખાતો હતો. દૂધસાગર ડેરીના ગોડાઉનમાં આગ લાગતા ડેરી કર્મચારીઓમાં ભયનો માહોલ સર્જાયો.

દૂધસાગર ડેરીમાં લાગેલી આગને ઓલવવા માટે દિવાલને તોડી નાખવામાં આવી હતી. જોકે આગ કયા કારણોસર લાગી છે તે અંગે હજુ સુધી જાણી શકાયું નથી. જો હજુ સુધી કોઇ જાનહાનિના સમાચાર મળ્યા નથી. 

(5:47 pm IST)