Gujarati News

Gujarati News

News of Sunday, 11th April 2021

ગુજરાત યુનિવર્સીટીનો મોટો નિર્ણય : GU દ્વારા UG અને PGના વિદ્યાર્થીઓને ઓનલાઇન પરિક્ષાનો વિકલ્પ અપાશે

30મી એપ્રિલ સુધી કોલેજો નહીં શરૂ કરવા અંગે સરકારના નિર્ણય બાદ ગુજરાત યુનિ,ની જાહેરાત

ગાંધીનગર: કોરોનાના વધતાં જતાં કહેરને ધ્યાનમાં લઇને ગુજરાત સરકારે આજે રાજયની કોલેજોમાં પણ ઓફલાઇન શૈક્ષણિક કાર્ય 30મી એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયના પગલે ગુજરાત યુનિવર્સીટી દ્વારા અન્ડર ગ્રેજ્યુએટ તથા પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને ઓનલાઇન પરીક્ષાનો વિકલ્પ આપવાની આજે મોડીસાંજે નિર્ણય કર્યો છે. જો કે લો ફેકલ્ટીને આમાંથી બાકાત રાખવામાં આવી છે.

ગુજરાત યુનિવર્સિટી દ્વારા પહેલા સેમેસ્ટરની એક વિષયની પરીક્ષા લીધા બાદ શિક્ષણમંત્રીએ ૧૦મી એપ્રિલ સુધી તમામ શિક્ષણકાર્ય બંધની જાહેરાત કરતાં બાકીના વિષયોની પરીક્ષા સ્થગિત કરવામાં આવી હતી. આ પરીક્ષા 10મી એપ્રિલ પછી તા.12મી એપ્રિલથી લેવાનુ નક્કી કર્યુ હતુ. જોકે, કોરોના મહામારી વધતાં યુનિવર્સિટીએ ઓફલાઇન પરીક્ષાની તારીખ જાહેર કરી હતી. તે પણ રદ કરવાની જાહેરાત કરી દીધી છે.

હવે સરકાર દ્વારા 30મી એપ્રિલ સુધી કોલેજોમાં વિદ્યાર્થીઓને ઓફલાઇન ન બોલાવવા તાકીદ કરી છે. આ સ્થિતિમાં 30મી એપ્રિલ સુધી કોલેજોમાં ઓફલાઇન શિક્ષણ શરૂ થવાનુ નથી જેથી પહેલા સેમેસ્ટરની બાકીના વિષયોની પરીક્ષા હવે 30મી એપ્રિલ સુધી ઓફલાઇન સીસ્ટમથી લઇ શકાય તેમ નથી. જેના કારણે હવે આગામી દિવસોમા આ પરીક્ષા માત્ર ઓનલાઇનથી લેવામાં આવશે.

ગુજરાત યુનિવર્સિટી દ્વારા હવે પછી વિદ્યાર્થીઓને ઓફલાઇન એક્ઝામ આપવી છે કે ઓનલાઇન તેનો વિકલ્પ આપવામાં આવશે. જે વિદ્યાર્થીઓ ઓનલાઇન એક્ઝામ માટેની તૈયારી દર્શાવશે તેઓની પરીક્ષા 30મી એપ્રિલ પહેલા પૂરી કરી દેવામાં આવશે. અન્ય વિદ્યાર્થીઓ કે જેઓ ઓફલાઇનનો વિકલ્પ આપશે તેમની પરીક્ષા 30મી પછી પરિસ્થિતિ સુધરે ત્યારબાદ લેવામાં આવશે.

આગામી દિવસોમાં યુનિવર્સિટી દ્વારા સેમેસ્ટર 1 ઉપરાંત આર્ટસ, કોમર્સ અને સાયન્સમાં સેમેસ્ટ 4 અને 6ની બાકી રહેલી પરીક્ષાઓમાં પણ ઓનલાઇન-ઓફલાઇનનો વિકલ્પ આપવામાં આવશે. ઓનલાઇન વિકલ્પ પસંદ કરનારા વિદ્યાર્થીઓની પરીક્ષા પૂરી કરી દેવામાં આવશે. એક વિષયની પરીક્ષા ઓફલાઇન પ્રમાણે આપી ચુકેલા વિદ્યાર્થીઓને પણ હવે બાકીના વિષયો માટે ઓફલાઇન અને ઓનલાઇન એક્ઝામનો વિકલ્પ આપવામાં આવશે.

આમ, હવે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પરીક્ષા નિર્ધારીત સમયે પૂરી કરવા માટે ઓનલાઇન એક્ઝામ લેવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. જો કે લૉ ફેકલ્ટીમાં કોઇ યુનિવર્સિટી ઓનલાઇન એક્ઝામ લેતી ન હોવાથી લૉ ના વિદ્યાર્થીઓની એક્ઝામ પરિસ્થિતિ સુધર્યા બાદ ઓફલાઇન જ લેવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું છે.

(10:20 pm IST)
  • કોરોનાનો કહેર વધતા દિલ્હી સરકારની નવી ગાઇડલાઇન જાહેર : લગ્નમાં 50 અને અંતિમ સંસ્કારમાં 20 લોકોને મંજૂરી : મહારાષ્ટ્રથી હવાઇ માર્ગે દિલ્હી આવતા તમામ મુસાફરોએ 72 કલાક જૂનો પોતાનો આરટીપીસીઆર નેગેટિવ રિપોર્ટ બતાવવાનો રહેશે: તમામ પ્રકારના સામાજિક, રાજકિય, સાંસ્કૃતિક, રમત ગમત, મનોરંજન, ધાર્મિક અને તહેવાર સંબંધી મેળાવડા પર પ્રતિબંધ access_time 12:41 am IST

  • રાજકોટ શહેર - જિલ્લામાં કોરોનાનો વણથંભ્યો આતંક : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 405 અને ગ્રામ્યના 70 કેસ સાથે કુલ 475 નવા કોરોના ના કેસ નોંધાયા access_time 7:28 pm IST

  • મહારાષ્ટ્રમાં લોકડાઉન લગભગ નક્કી : રાજ્યની કોરોના ટાસ્ક ફોર્સની આજની બેઠક પુરી થયા બાદ મંત્રી અસલમ શેખે જણાવ્યું છે કે "બેઠકમાં સામેલ બધાનો મત રાજ્યમાં લોકડાઉન લાદવાનો છે અને આ બારામાં SOP અને ગાઈડલાઈન મુદ્દે હવે ચર્ચા કરવામાં આવશે." access_time 8:34 pm IST