Gujarati News

Gujarati News

News of Sunday, 11th April 2021

સોમનાથ, શામળાજી સહિત રાજ્યના અનેક મંદિરો

નવો નિર્ણય ન થાય ત્યાં સુધી મંદિરો બંધ રહેશે : સાળંગપુર બીએપીએસ, ગુરૂઆશ્રમ, સુરતનું અંબિકા નિકેતન, વડોદરાનું તુલજા ભવાની સહિતના મંદિરો બંધ

અમદાવાદ, તા. ૧૧ : રાજ્યમાં કોરોનાનું સંક્રમણ જે પ્રકારે ઝડપથી વધુ રહ્યું છે તેને જોતાં લોકો ફરી ડરનો માહોલ વ્યાપી જવા પામ્યો છે. ગુજરાતના મોટાભાગના ગામડા અને વેપારી એસોસિએશન દ્રારા સ્વૈચ્છિક બંધ પાળવામાં આવી રહ્યો છે. રાજ્યમાં ઘણી જગ્યાએ તો સ્વૈચ્છિક લોકડાઉનની પણ જાહેરાત કરવામાં આવી છે. ત્યારે સાળંગપુર બી.એ.પી.એસ મંદિર, બગદાણા ગુરૂઆશ્રમ, સોમનાથ મંદિર, વીરપુર મંદિર, સુરતનું  અંબિકા નિકેતન મંદિર,  વડોદરાનું તુલજા ભવાની સહિતના મંદિરો બંધ કરવામાં આવ્યા છે.

સાળગપુર બી.એ.પી.એસ. મંદિર બંધ કરવાનોનો લેવાયો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યમાં વધતા કોરોના કેસને લઈ બી.એ.પી.એસ સાળંગપુર મંદિર દ્વારા તેમની નીચે આવતા તમામ મંદિર બંધ રાખવા કોઠારી સ્વામીએ નિર્ણય લીધો છે. ૧૧ એપ્રિલથી ૩૦ એપ્રિલ સુધી હરિમંદિરો નવો નિર્ણય ન આવે ત્યાં સુધી બંધ રહેશે.

શ્રી સોમાથન ટ્રસ્ટ દ્વારા આ નિર્ણયની જાહેરાત કરવામાં આવી કે રવિવાર એટલે કે ૧૧ એપ્રિલથી સોમનાથ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. અન્ય નિર્ણય ન કરવામાં આવે ત્યાં સુધી મંદિર બંધ રાખવોન નિર્ણય કરવામાં આવ્યો છે. સોમનાથનું મુખ્ય મંદિર ઉપરાંત ટ્રસ્ટ હસ્તકના શ્રી અહલ્યાબાઈ મંદિર, શ્રીરામ મંદિર, શ્રી લક્ષ્મીનારાણ – ગીતામંદિર, શ્રી ભાલકા મંદિર, શ્રી ભીડભંજન મંદિર પણ દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવ્યા છે.

આ સાથે જ શ્રદ્ધાળુઓ ભગવાન સોમનાથજીની પૂજાવિધિ ટ્રસ્ટની વેબસાઈટ પરથી ઓનલાઈન નોંધાવી શકશે. તેમજ સુરર્ણ કળશ સહિતની પૂજા ઓનલાઈન કરાવી શકશે. ઉપરાંત સોમનાથ ટ્રસ્ટના ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ, ટ્રસ્ટની વેબસાઈટથી શ્રદ્ધાળુઓ દર્શન કરી શકશે.

આ ઉપરાંત રાજકોટ પંથકમાં ઝડપથી પ્રસરી રહેલા કોરોના સંક્રમણના લીધે વીરપુરના સુપ્રસિદ્ધ યાત્રા ધામ જલારામ મંદિરને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. જલારામ મંદિર અગિયાર એપ્રિલથી ૩૦ એપ્રિલ સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. મંદિરની સાથે અન્નક્ષેત્ર પણ ૩૦ એપ્રિલ સુધી બંધ રહેશે. આ ઉપરાંત રાજકોટ - કાગવડ ખોડલધામ મંદિર તેમજ રાજકોટના કાલાવાડ રોડ પર આવેલું સ્વામિનારાયણ મંદિર બંધ રહેશે. મ્છઁજી સંસ્થાએ આગામી ૩૦ એપ્રિલ સુધી મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય લીધો છે. મંદિરમાં આવતા દર્શનાર્થીઓમાં સંક્રમણ ફેલાય નહીં લોકો મંદિરમાં એકઠા થાય નહીં તે માટે સાધુ સંતોએ આ નિર્ણય લીધો હતો.

તો આ તરફ યાત્રાધામ શામળાજી મંદિર ૧૦ દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે બંધ મંદિરમાં થશે પરંતુ ભગવાનની નિત્ય ક્રમ મુજબ સેવા પૂજા થશે. કોરોના વધતા જતા સંક્રમણ ફરી એકવાર મંદિરને તાળા લાગવા માંડ્યા છે. જેથી આગામી થોડા સમય સુધી ભક્તો દર્શનનો લ્હાવો લઇ શકશે નહી. મંદિર બંધ કરાતા મંદિર પરિસરો સુમસામ બન્યા છે.

(9:06 pm IST)
  • કોરોનાનો કહેર વધતા દિલ્હી સરકારની નવી ગાઇડલાઇન જાહેર : લગ્નમાં 50 અને અંતિમ સંસ્કારમાં 20 લોકોને મંજૂરી : મહારાષ્ટ્રથી હવાઇ માર્ગે દિલ્હી આવતા તમામ મુસાફરોએ 72 કલાક જૂનો પોતાનો આરટીપીસીઆર નેગેટિવ રિપોર્ટ બતાવવાનો રહેશે: તમામ પ્રકારના સામાજિક, રાજકિય, સાંસ્કૃતિક, રમત ગમત, મનોરંજન, ધાર્મિક અને તહેવાર સંબંધી મેળાવડા પર પ્રતિબંધ access_time 12:41 am IST

  • ગીર સોમનાથના ઊનામાં મંગળવારથી રવિવાર સુધી સ્વૈચ્છિક લૉકડાઉનનો નગરપાલિકા અને ચેમ્બર ઓફ કોમર્સે કર્યો નિર્ણય : માત્ર દવા, દુધની દુકાનો રહેશે ખુલ્લી access_time 12:52 am IST

  • ભારત વિશ્વમાં 10 કરોડ રસીઓ વહન કરનાર સૌથી ઝડપી દેશ બની ગયો છે. કોરોના વાયરસ સામે રસીકરણ અભિયાનના 85 માં દિવસે શનિવારે ભારતે આ સ્થાન પ્રાપ્ત કર્યું છે. અમેરિકાને આટલી રસી લાવવામાં 89 અને ચીનને 102 દિવસનો સમય લાગ્યો હતો. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આ માહિતી આપી હતી. મંત્રાલય મુજબ, દૈનિક રસીકરણના મામલામાં ભારત ટોચ પર છે. access_time 12:22 am IST