Gujarati News

Gujarati News

News of Sunday, 11th April 2021

ઇન્જેક્શન મામલે ધારાસભ્ય હર્ષ સંઘવી બચાવમાં કુદ્યા : કહ્યું -જો કોઈનો જીવ બચાવવો ગુનો હોય તો મારી સામે કાર્યવાહી કરી મને જેલમાં નાખી દો

ગુજરાતની બહાર એવા રાજ્યોનો સંપર્ક કર્યો હતો. જ્યાં કોરોનાની મહામારી એટલી ઘાતક નથી આવા રાજ્યોમાં જરૂરીયાત કરતા વધારે ઇન્જેક્શનો સ્ટોક હતો ત્યાંથી અમે મૂળ કિંમત એ આ સ્ટોક ખરીદ્યો છે.

સુરત : રાજ્યમાં વકરી રહેલા કોરોના સામેની લડાઈ સૌથી ઉપયોગી એવા ઇન્જેક્શન મુદ્દે ભારે રાજકારણ ખેલાઈ રહ્યું છે. ખાસ કરીને જ્યારથી સુરતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જરૂરિયાત મંદ લોકોને નિશુલ્ક રીતે ઇન્જેક્શન આપવામાં આવી રહ્યું છે તેની ટીકા કરવામાં આવી રહી છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા સવાલો પણ ઉઠાવવામાં આવી રહ્યા છે કે કઈ રીતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ 5000 જેટલા ઇન્જેક્શનો ખરીદી શકે છે.

આ મુદ્દે ગઈકાલે સીઆર પાટીલે પત્રકારોને જણાવ્યું હતું કે તેમના કેટલાક મિત્રો દ્વારા આ ઇંજેક્શન ખરીદવામાં આવ્યા છે. જેની વિતરણની જવાબદારી ભારતીય જનતા પાર્ટીએ લીધી છે. જોકે વિરોધીઓએ આ મુદ્દે સી.આર.પાટીલ સામે કાર્યવાહી કરવાની સતત માંગણી કરી રહ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હર્ષ સંઘવી આ મુદ્દે મેદાનમાં આવ્યા છે સુરતના મજુરાના ધારાસભ્ય હર્ષ સંઘવી એ સતત પૂછવામાં આવી રહેલા સવાલોના જવાબમાં જણાવ્યું છે કે એક તરફ શહેરમાં ઇન્જેક્શન ની અછત છે બીજી તરફ લોકો મુશ્કેલીમાં છે જેમાં કેટલાક ના કોરોનાના કારણે મૃત્યુ પણ થયા છે, ત્યારે આવા સમયમાં અમારા ઉપર સવાલો ઉઠાવાયા ને એટલું જ કહેવું છે કે શું અમારે સુરત શહેરના નાગરિકોને મરવા માટે છોડી દેવા જોઈએ સરકાર પોતાની મર્યાદામાં રહીને જે પણ પ્રયાસો થાય છે તે કરી રહી છે.

ત્યારે ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે અમારી પણ કેટલીક ફરજ છે પ્રદેશ અધ્યક્ષ આર પાટીલને વિચાર આવ્યો હતો કે સુરતમાં પડી રહેલી ઇન્ડક્શન ની ખોટ આપણે પૂરી શકીએ છે જેથી જ્યાં જેટલા ભાવે ઇન્જેક્શન મળતા હોય તે ખરીદવા જોઈએ અમે ગુજરાતની બહાર એવા રાજ્યોનો સંપર્ક કર્યો હતો. જ્યાં કોરોનાની મહામારી એટલી ઘાતક નથી આવા રાજ્યોમાં જરૂરીયાત કરતા વધારે ઇન્જેક્શનો સ્ટોક હતો ત્યાંથી અમે મૂળ કિંમત એ આ સ્ટોક ખરીદ્યો છે. અમે ઇન્જેકશનના રૂપિયા ચૂકવ્યા છે પરંતુ લોકોને તે અમે નિશુલ્ક આપી રહ્યા છે આ મુદ્દે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સતત સવાલ પૂછી રહી છે. ત્યારે મારે એટલું જ કહેવું છે કે જો કોઈનો જીવ બચાવવો ગુનો હોય તો મારી સામે કાર્યવાહી કરી મને જેલમાં નાખી દો હર્ષ સંઘવી એ આક્ષેપ કરતા કહ્યું હતું કે કોંગ્રેસે કોરોનાના કપરા સમયમાં લોકો માટે કશું પણ કર્યું નથી હોસ્પિટલમાં એક દર્દીને જમવાનું પણ આપ્યું નથી ત્યારે કોંગ્રેસ કયા મોઢે અમારો વિરોધ કરે છે.

જો કોંગ્રેસના નેતાઓને એટલી જ ગુજરાતના નાગરિકોની પડી હોય તો તેમના નેતાઓ મેડિકલ સ્ટોર પર ઉભા રહે જ્યાં ઇન્જેક્શન લેવા આવનાર વ્યક્તિના રૂપિયા કોંગ્રેસના નેતાઓ ચૂકવી દે બીજી તરફ આમ આદમી પાર્ટીના વિરોધ અંગે જણાવ્યું હતું સુરતમાંથી તેમને પણ લોકોએ મત આપ્યા છે તો આવા સંજોગોમાં આમ આદમી પાર્ટી સુરત અને ગુજરાતના નેતાઓ દિલ્હીના તેમના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વિનંતી કરી ત્યાંથી ઇન્જેક્શન મંગાવી સુરતના લોકોને આપે પરંતુ આ બંને પાર્ટીઓને માત્ર વિરોધ કરવામાં જ રહેશે નહીં કે લોકોને મદદરૂપ થવામાં

(8:39 pm IST)