Gujarati News

Gujarati News

News of Sunday, 11th April 2021

૨૦૦ રૂપિયાની સેવા મફતમાં મેળવવામાં ૯૫૦૦૦ ગુમાવ્યા

એની ડેસ્ક એપ ડાઉનલોડ કરાવી રુપિયા ઉપાડી લીધા :ઓનલાઈન ટ્રાન્જેક્શન કરાવ્યા બાદ અચાનક મહિલાના એકાઉન્ટથી ૯૫ હજાર ઉપાડીને મહિલા સાથે ઠગાઈ કરી

અમદાવાદ,તા.૧૧ : ગુજરાતીમાં એક કહેવત છે લોભી હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે આવું જ મોટાભાગે છેતરપિંડીના કિસ્સામાં બનતું હોય છે. ફ્રી અને મફતની લાલચ એવી જાગે છે આપણને કે સાચા ખોટાનું ભાન ભૂલીને ધુતારા કહે તેમ કરી લઈએ છીએ અને પાછળથી પસ્તાવાનો વારો આવે છે. આવી છેતરપિંડીનો ભોગ ભણેલા ગણેલા પણ બનાતા હોય છે. આવા જ એક કિસ્સામાં અમદાવાદના થલતેજમાં રહેતી મહિલાને એક રૂપિયાનું ટ્રાન્જેક્શન કરવાનું કહી રૂ.૯૫ હજાર પડાવી લીધા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. શકુંતલા ચૌધરી નામની મહિલાએ અર્બન કંપનીના કાર્ડથી માથામાં મહેંદી મુકનારને ઘરે બોલવાવા ગૂગલ પરથી કસ્ટમરકેરમાં ફોન કર્યો. જેમાં સામેના વ્યક્તિએ એક રૂપિયાનું ઓનલાઈન ટ્રાન્જેક્શન કરાવ્યા બાદ અચાનક મહિલાના એકાઉન્ટમાંથી રૂ.૯૫ હજાર ઉપાડીને મહિલા સાથે ઠગાઈ કરી હતી. આ મામલે મહિલાએ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથધરી છે. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર થલતેજના સુપ્રભાત એપાર્ટમેન્ટમાં રહેતા શકુંતલા ચૌધરી દેવ ઈન્ફોર્મેશન ટેકનોલોજી નામની કંપનીમાં ઓટોમેશન એન્જિનિયર તરીકે નોકરી કરે છે. રવિવારના રોજ શકુંતલાબહેન ઘરે હાજર હતા ત્યારે બે મહિના પહેલા ઈસ્કોન રિલાયન્સ મોલમાંથી લોરિયલ કંપનીની માથાની ડાઈ ખરીદી હતી.

          જેમાં અર્બન કંપનીનું કાર્ડ હતું. જે કાર્ડના આધારે કંપનીના માણસો ઘરે આવી ડાઈ કરી જાય છે, જેથી શકુંતલાબહેને કંપનીના કસ્ટમરકેર પર વાત કરવા ગૂગલ પરથી નંબર મેળવી ફોન કર્યો હતો. આ દરમિયાન સામા પક્ષેથી શકુંતલાબહેનને જણાવ્યું હતું કે, તમે કંપનીના નિયમ મુજબ એક વખત ખરીદી કરી શકો છો, હવે ખરીદી કરવી હોય તો છદ્ગરૂડ્ઢઈજીદ્ભ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે. જેથી શકુંતલાબહેને તે એપ્લિકેશન ડાઉનલોડ કરી બાદમાં તે વ્યક્તિએ ફોન કરી જણાવ્યું હતું કે, તમારે ફોન પેથી રૂ.૧નું ટ્રાન્જેક્શન કરવું પડશે અને તેમ કહીને ટ્રાન્જેક્શન માટે આઈડી આપી હતી. ત્યારબાદ શકુંતલાબહેને રૂ.૧નું ટ્રાન્જેક્શન કર્યું હતું. પરંતુ ટ્રાન્જેક્શન થયું ન હતું. જેથી ફોન પર તેમને જણાવ્યું હતું કે, ડેબિટકાર્ડ નંબર તથા તેની એક્સપાયરી ડેટ તથા પિન નંબર નાંખો એટલે એક રૂપિયાનું ટ્રાન્જેક્શન થશે. જેથી શકુંતલાબહેને તે જ પ્રમાણે કર્યું તેમછતાં ટ્રાન્જેક્શન ન થતાં તેમણે જે નંબર પરથી ફોન આવ્યો હતો, તે નંબર પર ફરી ફોન કરી જાણ કરતા સામે રહેલા શખ્સે બે મોબાઈલ નંબર આપ્યા હતા. જે મેસેજ આ નંબર પર ફોરવર્ડ કરી દેજો તેમ જણાવ્યું હતું.

(7:54 pm IST)
  • દેશમાં કોરોનાના કેસમાં ભયાનક ઉછાળો : તમામ રેકોર્ડ તૂટ્યા :કુલ મૃત્યુઆંક 1.70 લાખને પાર પહોંચ્યો : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 1,57,028 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,35,12,493થઇ :એક્ટિવ કેસ 11,89,856 થયા : વધુ 68,748 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,21,47,081 થયા :વધુ 761 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,70,066 થયા: દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં 63,294 નવા કેસ ,ઉત્તર પ્રદેશમાં 15,276 કેસ, દિલ્હીમાં 10,774 કેસ અને કર્ણાટકમાં 10,250 કેસ નોંધાયા access_time 12:05 am IST

  • કોરોનાનો કહેર વધતા ઈરાનમાં 10 દિવસનું લોકડાઉન જાહેર: ઓફિસમાં તેના ત્રીજા ભાગના કર્મચારીઓની હાજરીનો આદેશ: તેહરાન અને દેશના 250 અન્ય શહેરો અને નગરોને ‘રેડ ઝોન’ તરીકે ઘોષિત કરાયા : તમામ ઉદ્યાનો, રેસ્ટોરાં, બેકરીઓ, બ્યુટી પાર્લરો અને મોલ્સ પણ લોકડાઉન હેઠળ આવશે.: શનિવારે ઈરાનમાં 19,600 થી વધુ નવા કેસ નોંધાયા : 193 દર્દીઓનાં મોત નીપજ્યાં access_time 12:56 am IST

  • મહારાષ્ટ્રમાં લોકડાઉન લગભગ નક્કી : રાજ્યની કોરોના ટાસ્ક ફોર્સની આજની બેઠક પુરી થયા બાદ મંત્રી અસલમ શેખે જણાવ્યું છે કે "બેઠકમાં સામેલ બધાનો મત રાજ્યમાં લોકડાઉન લાદવાનો છે અને આ બારામાં SOP અને ગાઈડલાઈન મુદ્દે હવે ચર્ચા કરવામાં આવશે." access_time 8:34 pm IST