Gujarati News

Gujarati News

News of Sunday, 11th April 2021

સ્મશાનની બહાર મેદાનમાં અંતિમ સંસ્કાર કરવા પડ્યા

સુરતમાં વિચલિત કરતા દૃશ્યો : કોરોના સામે ઝઝૂમી રહેલી પ્રજા માટે આ દૃશ્યો ચિંતાજનક તો છે જ સાથે તંત્રના સંક્લનનો અભાવ પણ દર્શાવે છે

સુરત,તા.૧૧ : સુરતમાં કોરોના વાઇરસના આ બીજા વેવમાં સંક્રમિત દર્દીઓનો રાફડો ફાટી નીકળ્યો છે. શહેરમાં એક બાજુ પોઝિટિવ કેસની સંખ્યા અને રેમડેસિવીર ઇન્જેક્શનની અછત જોવા મળી રહી છે તો બીજી બાજુ દિનપ્રતિદિન મોતની સંખ્યામાં વધારો થયો હોય તેવું લાગી રહ્યું છે. સુરતમાં અચાનક મોતની સંખ્યા વધી જતા સ્મશાનની ભઠ્ઠીઓ ખૂટી પડી છે. જેના કારણે સ્મશાનની બહાર આવેલા મેદાનમાં ખુલ્લામાં અગ્નિ સંસ્કાર કરવાની ફરજ પડી રહી છે.

           જોકે, એકલા એક જ સ્મશાનમાં એકસાથે ૨૦થી વઘુ મૃતદેહોનાં અંતિમ સંસ્કાર થયા છે અને તે પણ રાત્રિના સમયે. શક્ય છે કે તેમાં નોન-કોવીડ મૃતદેહો હ રાત્રિના સમયે કોવીડ અને નોન કોવીડથી મૃત્યુ પામેલા પાર્થિવ શરીરોના અંતિમ સંસ્કાર થઈ રહ્યા છે. કોરોના વાઇરસ સામે ઝઝૂમી રહેલી પ્રજા માટે આ દૃશ્યો ચિંતાજનક તો છે જ સાથે તંત્રના સંક્લનનો અભાવ પણ દર્શાવે છે. એક સાથે ૨૦થી વધુ મૃતેદહોના અંતિમ સંસ્કારથી પ્રશ્ન થાય છે કે જો એક જસ્મશાનમાં આવી સ્થિતિ હોય તો તમામ સ્મશાનોમાં થતાં અગ્નિ સંસ્કારનો આંકડો શું છે, અન કબ્રસ્તાનના ડેટા આ સમુચા પ્રકરણમાં હજુ ગણવામાં જ નથી આવતા. આમ ડેથ ઑડિટ કમિટીનાં મોતનાં આંકડા અને સ્મશાનમાં થતા અગ્નિ સંસ્કારોની સંખ્યા કઈક અલગ જ સ્થિતિનું વર્ણન કરે છે. પ્રજાને હકિકતમાં સાચી માહિતી મળે તો લોકો વધુ સાવચેતી રાખે તેથી સરકારે મૃત્યુનાં સાચા આંકડા રજૂ કરવા જોઈએ તેવી સામાજિક કાર્યકર્તાઓ માંગ કરી રહ્યા છે. ક્યાંકને ક્યાંક આ આંકડાઓ અને સ્મશાનોનીની ભભૂકતી ચિતાઓ વચ્ચે આંકડાની માયાજાળ સામે આવી રહી છે જે આવનારા દિવસોની વિકટ સ્થિતિનો ચિતાર આપે છે.

(7:53 pm IST)