Gujarati News

Gujarati News

News of Sunday, 11th April 2021

રાજ્યમાં કોરોના સંક્રમણ વધતા માસ્કની ડિમાન્ડ ટોચે : માંગમાં 10 ગણો વધારો :ઓર્ડરમાં 5 દિવસનું વેઈટીંગ

પહેલી લહેર સામે બીજી લહેરમાં માસ્કની ડિમાન્ડ વધુ : મેન્યુફેકચરોની નાઈટ કર્ફ્યુમાં છૂટછાટની માંગ

અમદાવાદ : એક સમય એવો હતો કે કેસ ઘટ્તા લાખો બનાવેલા માસ્ક પડી રહ્યા હતા. ત્યાં ફરી કેસ વધતા માસ્કની ડિમાન્ડ હાઇટાઇમ વધી છે. અને તેમાં પણ માસ્ક બનવાના ઓર્ડરમાં 5 દિવસનું વેટિંગ ચાલી રહ્યું છે.

કોરોના કેસ સામે માસ્ક અને સોસીયલ ડિસ્ટન્સ ઉપાય છે. ત્યારે કોરોના કેસ વધતા અને ફરજીયાત માસ્ક વચ્ચે માસ્કની ડિમાન્ડ વધી છે. અને તે પણ 10 ગણી માસ્કની ડિમાન્ડ વધી છે.

3 મહિના પહેલા 1 હજારની ડિમાન્ડ હતી. જે હાલમાં વધીને 10 હજારની ડિમાન્ડ થઈ છે. જેને લઈને ફેકટરીમાં એક દિવસમાં 1 લાખ ઉપર માસ્ક બનાવાઇ રહ્યા છે.એટલું જ નહિ પણ માસ્કની ડિમાન્ડ વધતા ઓર્ડરમાં પણ 5 દિવસના વેઇટિંગ ચાલી રહ્યા છે. જેને જોતા પહેલી લહેર સામે બીજી લહેરમાં માસ્કની ડિમાન્ડ વધુ મનાઈ રહી છે.

વધતી માસ્કની ડિમાન્ડ સામે માસ્ક બનાવનારે ચિંતા પણ વ્યક્ત કરી છે કે શહેરમાં ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. સાથે જ માસ્ક બનાવનારે લોકોને સચેત રહેવા પણ અપીલ કરી છે. સાથે ન નાઈટ કરફ્યુમાં છૂટછાટ આપવામાં આવે તો માસ્કની ડિમાન્ડને પહોંચી વડાય તેવું પણ માંગ માસ્ક બનાવનાર તરફથી ઉઠી છે

(5:10 pm IST)