Gujarati News

Gujarati News

News of Sunday, 11th April 2021

રીંગણી ગામમાં માસ્ક વગર ભેગા થયેલા ચાર વ્યક્તિઓ સામે આમલેથા પોલીસે જાહેરનામા ભંગ નો ગુનો નોંધ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના રીંગણી ગામમાં માસ્ક વગર એકઠા થયેલા શખ્સો સામે પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ આમલેથા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ એસ.ડી.પટેલ ની ફરિયાદ મુજબ રીંગણી ગામમાં એક ઝાડ નીચે જાહેરમાં માસ્ક પહેર્યા વગર બિનજરૂરી ભેગા થઇ બેસી રહી જીલ્લા મેજી. નર્મદાના જાહેરનામા ભંગ કરનાર ચાર પૈકી વિનોદભાઇ હરીલાલ વસાવા,( ૨ ) મહેંદ્રભાઇ મનાભાઇ વસાવા, ( ૩ ) કૃપાંશુ ભાઇ નરેશભાઇ વસાવા તથા ( ૪ ) કમલેશભાઇ ચીમન ભાઈ વસાવા ચારેય રહે રીંગણી વિરુદ્ધ જાહેરનામા ભંગ નો ગુનો દાખલ કર્યો છે.

(10:16 pm IST)