Gujarati News

Gujarati News

News of Sunday, 11th April 2021

ઓક્સિજનનો જથ્થો હવે હૉસ્પિટલોને ફાળવવા માગ

અમદાવાદમાં કોરોનાનું વધતું સંક્રમણ : થોડા દિવસ પહેલા આરોગ્ય દ્વારા ઓક્સિજનના જથ્થાના વિતરણ મામલે ૬૦-૪૦નો રેશિયો રાખવા સ્પષ્ટ કર્યું હતું

અમદાવાદ,તા.૧૦ : અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોનાની સ્થિતિ વધુ વકરી રહી છે. ખાસ કરીને ખાનગી હૉસ્પિટલઓમાં ઓક્સિજનના જથ્થાની ખૂબ મોટી સમસ્યા ઉભી થઈ રહી છે ત્યારે ખાનગી હૉસ્પિટલોમાં ઓક્સિજનના જથ્થાની માંગ ઉઠી રહી છે. તેવામાં ઇન્ડસ્ટ્રીઝમાં જતા ઓક્સિજનનો જથ્થા પર રોક લગાવવા અને તે જથ્થો હોસ્પિટલઓને આપવા માંગ ઉઠી છે. કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, થોડા દિવસ પહેલા આરોગ્ય વિભાગ દ્વારા ઓક્સિજનના જથ્થાના વિતરણ મામલે ૬૦-૪૦નો રેશિયો રાખવા સ્પષ્ટ કર્યું હતું. પરંતુ કોરોનાનો લઈ હાલ સ્થિતિ વધુ વિકટ બની રહી છે. અમદાવાદ હૉસ્પિટલ અને નર્સિંગ હોમ એસોસિએશનના સેક્રેટરીનું કોરોનાને લઈ નિવેદન સામે આવયુ છે.

 જેમાં આહનાના સેક્રેટરી વિરેન શાહે કોરોનાની સ્થિતિ અંગે જણાવ્યું કે, માર્ચે સુધી અમદાવાદમાં ૨૫૦૦ કોવિડ બેડમાંથી ૮૭ ટકા ખાલી હતા. આજની સ્થિતિએ ૪૪૦૦ બેડ સામે ૧૪ ટકા ખાલી છે. ખાનગી હૉસ્પિટલોમાં વેન્ટિલેટર ખાલી નથી. ઓક્સિજનની ખૂબ મોટી સમસ્યા ઉભી થઇ છે. તેમણે વધુમાં જણાવ્યું કે, લંગમાં સમસ્યાવાળા દર્દીઓમાંથી ૫૫ ટકાને ઓક્સિજનની જરૂર હોય છે. ડીલર પાસે ઓક્સિજનની કમી જોવા મળી રહી છે. સરકાર ઇન્ડસ્ટ્રીમાં જતો ઓક્સિજનનો જથ્થો બંધ કરી હોસ્પિટલોને આપે તે હાલની સ્થિતિ પ્રમાણે જરૂરી છેમહારાષ્ટ્રમાંથી આવતો ઓક્સિજનનો જથ્થો પણ ઓછો થયો છે. કોરોનાની સ્થિતિને જોતા એક વર્ષમાં સરકારે ઓક્સિજનનો જથ્થો વધારવા પ્રયત્નો કરવાની જરૂર હતી. એક વર્ષ પહેલાં પણ ઓક્સિજનની ઘટ હતી અને આજે પણ છેમહત્વનું છે કે, એકતરફ હોસ્પિટલોમાં ઓક્સિજનની કમી વર્તાઈ રહી છે ત્યારે બીજીતરફ મોટાભાગની હૉસ્પિટલો પાસે રેમડેસીવીરનો જથ્થો ઉપલબ્ધ નથી. જેના કારણે પણ દર્દીના સગાઓ ધક્કા ખાઈ રહ્યા છે.

(9:16 pm IST)