Gujarati News

Gujarati News

News of Saturday, 11th April 2020

પોલીસ કર્મી પર હુમલા થશે તો પાસા સહિત કઠોર કલમ

રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાની ચેતવણી : ક્લસ્ટર ક્વોરનટાઈન તેમજ બફર ઝોન વિસ્તારોમાં હાઈ માસ્ક કેમેરાથી વોચ : હાઈરાઇઝ્ડ ઉપર દુરબિનથી નજર

અમદાવાદ, તા. ૧૧  : રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છે કે, લૉકડાઉનનો ચુસ્ત અમલ સમાજના હિત અને નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે છે, ત્યારે કોરોના વાયરસનું  સંક્રમણ રોકવાની કામગીરીમાં ફરજ બજાવતા આરોગ્ય અને પોલીસ વિભાગના કર્મીઓ ઉપર થતાં હુમલાઓને ચલાવી લેવાશે નહીં,હુમલો કરનાર તત્વો સામે પાસા સહિતની કલમો લગાવીને કડકમાં કડક કામગીરી કરવામાં આવશે. રાજ્યમાં લૉકડાઉનના અમલ અંગે મીડિયાને માહિતી આપતાં ઝાએ ઉમેર્યું કે, પોલીસ અને આરોગ્ય કર્મીઓને અસહકાર કરવાથી કોઈ ફાયદો નહીં થાય એટલે નાગરિકો કામગીરીમાં સહકાર આપે. પોલીસ ચુસ્ત અમલ કરાવશે  આમ નહીં થાય તો કડક હાથે કામ લેવા પણ પોલીસને ચોક્કસ દિશા નિર્દેશો આપી દેવાયા છે .

        તેમણે ઉમેર્યું કે પોલીસ અને આરોગ્ય કર્મીઓ ઉપરના હુમલાને અમે ગંભીરતાથી લીધા છે એટલે આરોગ્ય કર્મીઓ જ્યારે સર્વેલન્સ માટે આવે તો નાગરિકો સંયમતા જાળવી તેમને પૂરતો સહકાર આપે, જો સહકાર આપવામાં નહીં આવે તો  પોલીસ ચોક્કસ કડક હાથે પગલાં લેશે. લૉકડાઉનના ભંગ કરનાર સામે પોલીસ કડક હાથે કામ કરી રહી છે ત્યારે ક્ષુલ્લક બહાના બનાવીને કેટલાક લોકો હજું પણ ઘરની બહાર ફરતા હોય છે તેમને ચેતવણી આપતાં ઝાએ જણાવ્યું હતું કે, રાજકોટ ખાતે એક યુવાન છેલ્લા ત્રણ દિવસથી દવા લેવા જવાનું બહાનું બનાવીને ૨૧ વખત જુદા જુદા વિસ્તારોમાં ફરતો હોવાનું સી.સી.ટીવી ફૂટેજ અને .એન.પી.આરના સોફ્ટવેરના માધ્યમથી પકડાતા તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

         ઝાએ કહ્યું કે આવશ્યક ચીજ-વસ્તુઓના વિતરણમાં પણ યોગ્ય સોશ્યલ ડીસ્ટન્સીંગ જળવાતું હોવાના કિસ્સા ધ્યાને આવ્યા છે. શાકમાર્કેટ, બેંકો,કરિયાણાની દુકાનો ખાતે પણ ડ્રોન સર્વેલન્સ વધુ સઘન બનાવાયું છે રીતે આગામી સમયમાં સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનોમાંથી .પી.એલ કાર્ડધારકોને અનાજ વિતરણ તથા  બેન્કોમાં નાણાની  લેવડ-દેવડ સમયે  પણ સોશ્યલ ડીસ્ટન્સ જળવાય માટે પૂરતો પોલીસ બંદોબસ્ત અપાશે એટલે નાગરિકો પણ યોગ્ય સહકાર આપે જરૂરી છે. ઝાએ કહ્યું હતું કે, લૉકડાઉનના કડક અમલ માટે  શહેરોના કલસ્ટર કવોરન્ટાઇન અને બફર ઝોન વિસ્તારમાં પોલીસ દ્વારા અમુક જગ્યાએ હાઈ માસ્ક કેમેરાના માધ્યમથી  એરિયલ વ્યૂથી સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત શહેરના હાઈરાઈઝ પોઇન્ટ ઉપરથી પણ પોલીસ આવા તત્વો પર વોચ રાખી રહી છે.

           રાજ્યમાં આવશ્યક વસ્તુઓ હેઠળ આવતા ઉદ્યોગ કામદારોને  સાવચેતીના ભાગરૂપે પોતાના જરૂરી પુરાવા રજૂ કરે તો તેમને જવા દેવાની સૂચના પોલીસને આપવામાં આવી છે સિવાય આવશ્યક સેવાઓ હેઠળ આવતી વસ્તુઓની  હેરાફેરી કરતા ટ્રકના ચાલકને પણ  તેમના લાયસન્સ રજુ કરવાથી જવા દેવામાં આવશે જેથી કરીને લોકોને આવશ્યક ચીજ વસ્તુઓનો પુરવઠો સમયસર મળી રહે તેમ તેમણે ઉમેર્યું હતું. તેમણે  રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની માહિતી આપતાં  જણાવ્યું હતું કેઆજે  ડ્રોન દ્વારા ૪૮૭ ગુના નોંધવામાં આવ્યા છે. જે  હેઠળ આજ સુધીમાં  કુલ ,૯૬૮  ગુનાઓ હેઠળ ,૯૫૮  લોકોની ધરપકડ કરવામાં આવી છે. CCTVના માધ્યમથી ૮૪ ગુનાઓ નોંધીને ૧૩૧ લોકોની અટકાયત કરી છે.

          આમ અત્યાર સુધીમાં  કુલ-૬૧૮  ગુનાઓમાં  કુલ ,૧૭૪  લોકોની ધરપકડ કરવામાં આવી છે. ઉપરાંત સોશિયલ મીડિયામાં  અફવાઓ બદલ  ૨૮ ગુના નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ-૧૯૪  ગુનાઓ હેઠળ ૩૬૮  લોકોની ધરપકડ કરાઈ છે. ઝાએ  જણાવ્યું હતું કે, રાજ્યમાં  લૉકડાઉન દરમિયાન  ગઇકાલે જાહેરનામા ભંગના ,૦૫૯ ગુનાઓ,કવૉરન્ટાઈન ભંગના ૮૨૯ તેમજ અન્ય ૩૯૨  એમ કુલ ,૨૮૦  ગુનાઓ હેઠળ  કુલ ,૩૯૨  લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ,૭૪૨  વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે.

લોકડાઉન વચ્ચે કાર્યવાહી...

હજુ સુધી ૬૯૨૮ આરોપીની ધરપકડ કરાઈ

અમદાવાદ, તા.૧૧ : કોરોના વાયરસને રોકવા માટે આરોગ્ય અને પોલીસ વિભાગના કર્મચારીઓ દિનરાત એક કરીને મદદરુપ બની રહ્યા છે પરંતુ ઘણા કિસ્સાઓમાં તેમના પર હુમલાના બનાવો પણ બની રહ્યા છે. આવી સ્થિતિમાં કર્મીઓ પરના હુમલાને ચલાવી લેવામાં આવશે નહીં. પાસા સહિતની કલમો લગાડવામાં આવશે. રાજકોટમાં સીસીટીવી ફુટેજના આધારે ત્રણ દિવસમાં ૨૧ વખત દવા લેવાના બહાને ફરતો યુવાન પકડી પાડવામાં આવ્યો છે. પોલીસ દ્વારા કરાયેલી કાર્યવાહી નીચે મુજબ છે.

ડ્રોન દ્વારા ૨૪ કલાકમાં ગુના

૪૮૭

ડ્રોન દ્વારા હજુ સુધી કુલ ગુના

૩૯૬૮

ડ્રોન દ્વારા ગુનાઓમાં ધરપકડ

૮૯૫૮

સીસીટીવીના આધારે ૨૪ કલાકમાં ગુના

૮૪

સીસીટીવીના આધારે ૨૪ કલાકમાં ધરપકડ

૧૩૧

સીસીટીવીના આધારે હજુ સુધી ગુના

૬૧૮

સીસીટીવીના આધારે કુલ લોકોની ધરપકડ

૧૧૭૪

સોશિયલ મિડિયા પર અફવા બદલ ગુના

૨૮

સોશિયલ મિડિયા મારફતે કુલ ગુના

૧૯૪

સોશિયલ મિડિયા મારફતે અફવા બદલ કુલ ધરપકડ

૩૬૮

લોકડાઉનમાં જાહેરનામા ભંગના ગુના

૩૦૫૯

છેલ્લા ૨૪ કલાકમાં ક્વોરનટાઈન ભંગના ગુના

૮૨૯

છેલ્લા ૨૪ કલાકમાં અન્ય ગુનાઓ

૩૯૨

લોકડાઉન દરમિયાન કુલ ગુનાઓ

૪૨૮૦

લોકડાઉન દરમિયાન કુલ લોકોની ધરપકડ

૬૩૯૨

વાહનો જપ્ત કરાયા

૨૭૪૨

(8:45 pm IST)