Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

કોરોનાનો કહેર : દેશમાં ગુજરાતનો ટોપ -10માં રાજ્યોમાં પ્રવેશ:કેરળ પણ પાછળ રહી ગયું

આજે તામિલનાડુમાં 77 કેસ,રાજસ્થાનમાં 57 કેસ અને ગુજરાતમાં 46 કેસ નોંધાયા

અમદાવાદ : ગુજરાતમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 380  છે. સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં છે. જ્યાં 1364 સંક્રમિતો છે. એ પછી તમિલનાડુમાં 977, દિલ્હીમાં 903, રાજસ્થાનમાં 520, તેલંગણા 487, મધ્યપ્રદેશ 451, ઉત્તર પ્રદેશ, 433, આંધ્રપ્રદેશ 381 અને ત્યારબાદ ગુજરાત 380 કેસ સાથે ટોપ ટેનમાં આવી ગયું છે. દસમાં રાજ્ય તરીકે કેરળમાં 364 કેસ નોંધાયા છે.

 દેશમાં આજે નવા કુલ 333 પોઝીટીવ કેસ આવ્યા છે જેમાં સૌથી પહેલા તામિલનાડુ, બીજા નંબરે રાજસ્થાન અને ત્રીજા નંબરે ગુજરાત છે. આજના દિવસે નોંધાયેલા પોઝીટીવ કેસમાં સૌથી વધારે તમિલનાડુમાં 77 કેસ નોંધાયા છે. બીજા નંબરે રાજસ્થાનમાં પણ 57 પોઝીટીવ કેસ આવ્યા છે. ત્રીજા નંબરે ગુજરાતમાં પોઝીટીવ કેસ આવ્યા છે. આજે ગુજરાતમાં કુલ 46 નવા કેસ નોંધાયા છે. ગુજરાતમાં પોઝીટીવ કેસનો આંક પણ 380  થયો છે. હજુ પણ રાજ્યમાં 259 કેસ એક્ટીવ છે 

(12:40 am IST)