Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

દિયોદરના કોતરવાડામાં અલ્પેશ ઠાકોરની સભાનો મંડપ ભારે પવનને કારણે તૂટી ગયો ;કહ્યું ,ઠાકોર સેનાની આંધી

ઉમેદવારનું નિશાન ગેસનો બાટલો છે. આપણે ગેસના બાટલાથી બધાનો ગેસ કાઢી દેવો છે.

 

કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ અલ્પેશ ઠાકોર દિયોદરમાં અપક્ષ ઉમેદવાર ઠાકોર સ્વરૂપજીના પ્રચાર માટે પહોંચ્યા હતા.

   દિયોદરના કોતરવાડા ગામે અલ્પેશ ઠાકોરની સભા ચાલુ હતી ત્યારે ભારે પવન ફૂંકાવાના કારણે એક બાજુનો મંડપ ઉડી ગયો હતો. મંડપ તુટી જતાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. મંડપ ઉડી જતાં અલ્પેશે કહ્યું કે, આ ઠાકોર સેનાની આંધી છે, બધાને લઈને ઉડી જશે. ઘણા લોકોમાં ગેસ ભરાઈ ગયો છે. આપણા ઉમેદવારનું નિશાન ગેસનો બાટલો છે. આપણે ગેસના બાટલાથી બધાનો ગેસ કાઢી દેવો છે. ઠાકોર સેનાની તાકાત બધાને બતાવી દેવી છે.

 

(12:26 am IST)