Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

અમદાવાદમાં શતાયુ મતદારોનો સન્માન સમારોહ યોજાયો

યથી વૃધ્ધ લોકો આપણી ધરોહર: લોકશાહીને ટકાવી રાખવા અવશ્ય મતદાન કરવું

 

અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે જે મતદારોને સો વર્ષની ઉંમર થઇ ગઇ હોય એવા મતદારોનું સન્માન કરવામાં આવ્યુ હતું .શતાયુ મતદાર સન્માન સમારોહનો કાર્યક્રમ જિલ્લા ચૂંટણી અધિકારી કચેરી અમદાવાદ દ્વારા કરવામાં આવ્યો હતો

 ખીચો ખીચ ભરેલા સભાખંડમાં કલેકટર વિક્રાંત પાંડે, ચૂંટણી અધિકારીઓએ પોતાના વક્તવ્યમાં કહ્યું કે , જો સો વર્ષની ઉંમરે મતદારો આટલો ઉત્સાહ બતાવી શકે તો સૌ કોઇ મતદાન અવશ્ય કરવું જોઇએ. વયથી વૃધ્ધ થયેલા લોકો આપણી ધરોહર છે. લોકશાહીને ટકાવી રાખવા અવશ્ય સમય આપી મતદાન કરવું સૌ વયજૂથના લોકોની ફરજ છે. શતાયુ મતદારોના સન્માન બાદ સૌ મતદાન કરે માટે પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી

  . ચૂંટણી સાથે જોડાયેલા અધિકારીઓએ કેવી રીતે મતદાન કરવામાં આવે છે. એના નિદર્શન માટે એમ એના પ્રાંગણમાં વીવીપેટ, મશીન, મતદાન કરવા માટેનું ડેમો મશીન મુક્યું હતું. મતદાન કેવી રીતે થાય માટે સૌ મુલાકાતીઓને માહિતગાર કર્યા હતા.

  મતદાન જાગૃતિના કાર્યક્રમમાં અમદાવાદ કલેક્ટર કચેરી, માહિતી ખાતાના અધિકારીઓ, કર્મચારીઓ જોડાયા હતા. કાર્યક્રમમાં અંદાજે ૭૦૦ જેટલા મતદારોને આમંત્રિત કર્યા હતા અને ૧૦૦ જેટલા શતાયું મતદારો જોડાયા હતા. અમદાવાદ જિલ્લાના શતાયુ મતદારો કાર્યક્રમમાં જોડાયા હતા.

(11:21 pm IST)