Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

નવસારી લોકસભા બેઠકના ઉમેદવાર હીરામણીબેન શર્માની ધરપકડ

હીરામણીબેને શર્મા સામે છેતરપિંડીનો પુણા પોલીસમાં ગુનો :હાઇકોર્ટમાં જમીન અરજી રદ થતા પોલીસની કાર્યવાહી

સુરત :નવસારી લોકસભા બેઠકના ઉમેદવાર હીરામણીબેન શર્માની પોલીસે ધરપકડ કરી છે નવસારી લોકસભા બેઠક પર 25 ઉમેદવારો મેદાનમાં છે જેમાં ત્રણ મહિલાઓમાંથી એક હીરામણીબેન દીનદયાળ શર્માએ પણ ઉમેદવારી નોંધાવી હતી

  .મળતી માહિતી પ્રમાણે નવસારી લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવનારી હીરામણીબેને શર્મા સામે છેતરપિંડીનો ગુનો પુણા પોલીસમાં નોંધાયો હતો. સાડી પર જોબવર્ક કરાવી રૂપિયા ન દેવાનો રાષ્ટ્રીય સમાજવાદી પાર્ટીના ઉમેદાવાર હીરામણીબેન સામે ગુનો હોય પોલીસે કલમ 406,409,420 અને 420B હેઠળ ધરપકડ કરી હતી. હાઈકોર્ટમાં અગાઉ હીરામણીબેને જામીન અરજી કરી હતી પરંતુ તે રદ થતાં પુણા પોલીસે કાયદેસરના પગલાં લીધા હતાં

    અત્રે ઉલેલ્ખનીય છે કે, સાડી ઉપર એમ્બ્રોઈડરી જોબવર્કનું કામ કરાવી મજૂરીના રૂ. 50.61 લાખ નહીં ચૂકવનાર રઘુવીર ટેક્ષ્‍ટાઈલ મોલમાં દુકાન ધરાવતા મહિલા વેપારી અને ભાગીદાર વિરુધ્ધ પુણા પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ શરૃ કરી છે.મળતી વિગતો મુજબ સરથાણા જકાતનાકા જય યોગેશ્વર રો હાઉસ ઘર નં. ૫૭ માં રહેતા લાલજીભાઈ બાબુભાઈ દૂધાત સાડી ઉપર એમ્બ્રોઈડરી જોબવર્કનું કામ કરે છે.

    ગત ઓક્ટોબર 2016થી જાન્યુઆરી 2017 દરમિયાન પરવટ પાટીયા રઘુવીર ટેક્ષટાઈલ મોલમાં હરીજન ટેક્ષના નામે દુકાન ધરાવતા હીરામણીબેન શર્મા અને નિલેશભાઈ અરજનભાઈ કળથીયાએ લાલજીભાઈ પાસે સાડી ઉપર એમ્બ્રોઈડરી જોબવર્ક કરાવ્યું હતું.જો કે, મજૂરીના રૂ. 50,61,418 ચૂકવવાને બદલે ગલ્લાં તલ્લાં કરી સમય કાઢતાં બંને વિરુધ્ધ લાલજીભાઈએ ગતરોજ પૂણા પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી

(9:52 pm IST)