Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

અમદાવાદ ઓનલાઈન વોટરમાં સૌથી વધુ યુવાઓએ કરાવી નોંધણી:બન્યો વર્લ્ડ રેકોર્ડ

દેશમાં લોકસાહીના સૌથી મોટા પર્વની ઉજવણી ચાલી રહી છે એટલે કે, દેશમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે. ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી અને અમદાવાદ કલેક્ટરના માર્ગદર્શન અંતર્ગત ઓનલાઈન વોટરમાં સૌથી વધુ યુવાઓએ નોંધણી કરાવતા વર્લ્ડ રેકોર્ડ નોંધાયો છે. તા.૧૬ માર્ચના રોજ ગુજરાત યુનિવર્સિટીમાં ચુંટણી પંચ દ્વારા સ્વીપ કાર્યક્રમ અંતર્ગત નવા મતદાર નોંધણી કાર્યક્રમ યોજાયો હતો, જેને હવે વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે.

આ 'વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ'નું સર્ટિફીકેટ જિલ્લા ચૂંટણી અધિકારીને એનાયત કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે યુનિવર્સિટીમાં યોજાયેલ આ ઓનલાઈન રજીસ્ટ્રેશન કાર્યક્રમમાં જુદી જુદી કોલેજોમાં વિવિધ કોર્સમાં અભ્યાસ કરતા પ્રથમ વર્ષના ૬૦ હજારથી વધુ વિદ્યાર્થીઓને મેસેજ કરવામાં આવ્યા હતા. જેમાંથી ૭૫૦૦ નવા મતદારોની ઓનલાઈન નોંધણી કરવામાં સફળતા મળી હતી. સાથે જ રાજ્યભરમાંથી આ વખતે કુલ ૧,૦૧,૦૦૦ જેટલા નવા મતદારોનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં તંત્રને સફળતા મળી છે. આ સાથે જ વિવિધ ટીમોની મદદથી વિક્રાંત પાંડે દ્વારા આ ૧૨મો રેકોર્ડ પ્રસ્થાપિત કરવામાં આવ્યો હતો.

(9:11 pm IST)