Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે નવી બનતી સોસાયટીમાં છાપો મારીને 28 હજારના વિદેશી દારૂના જથ્થા સાથે એકની ધરપકડ કરી

આણંદ: લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ગઈકાલે ગાના-મોગરી રોડ ઉપર આવેલી એક નવી બનતી સોસાયટીના મકાનમાં છાપો મારીને ૨૮૮૦૦ના વિદેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડીને પ્રોહિબિશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. 

ગઈકાલે રાત્રી પેટ્રોલીંગ કરી રહેલી એલસીબીની ટીમને માહિતી મળી હતી ક, ગાના-મોગરી રોડ ઉપર નવી બનતી તુલસી હેરીટેજ સોસાયટીના મકાનમાં વિદેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે જેથી પોલીસે છાપો મારતાં વિરેન્દ્ર ઉર્ફે વીરેન વિનોદભાઈ ચાવડા (રે. ગાના)ઝડપાઈ જવા પામ્યો હતો. પોલીસને મકાનમાંથી એપીસોડ ક્લાસીક વીસ્કીની ૭૨ બોટલો તેમજ મેકડોવેલ્ડ નંબર ૧ની ૪૮ બોટલો મળીને કુલ ૧૨૦ નંગ મળી આવ્યા હતા જેની કિંમત ૨૮૮૦૦ રૂપિયા જેટલી થવા જાય છે. આ અંગે વિદ્યાનગર પોલીસ મથકે ગુનો દાખલ કરાવીને વધુ તપાસ હાથ ધરી છે. 

 

(6:24 pm IST)