Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

મહુધાના બલોલમાં બાઈક સ્લીપ થતા ચાલકે ઘટનાસ્થળેજ દમ તોડ્યો

મહુધા: તાલુકાના બલોલ ગામમાં રહેતાં પ્રકાશભાઈ અશોકભાઈ સોલંકી આજરોજ પોતાનું મોટરસાઈકલ લઈ ઉંદરા ગામે આવેલ બ્રિજ નજીકથી પસાર થઈ રહ્યાં હતાં. તે દરમિયાન તેમનું બાઈક કોઈક કારણોસર સ્લીપ ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં તેઓને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. અકસ્માતના સ્થળે એકત્રિત થયેલ લોકો દ્વારા ઈજાગ્રસ્ત બનેલા પ્રકાશભાઈને સારવાર માટે સૌ પ્રથમ મહુધા સરકારી હોસ્પિટલમાં લઈ જવાયાં હતાં. ત્યારબાદ પ્રકાશભાઈને કઠલાલની હોસ્પિટલમાં લઈ જવાયાં હતાં. જો કે ઈજા વધુ ગંભીર હોય તેઓને વધુ સારવાર માટે અમદાવાદની વી એસ હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં. જ્યાં પ્રકાશભાઈ અશોકભાઈ સોલંકી (ઉં.૨૫) નું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અંગે મહુધા પોલીસમાં જાણ કરાતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. 

(6:22 pm IST)