Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

વાપીના સેલવાસમાં ચાર ગઠિયાએ વૃદ્ધની મદદ કરવાના બહાને 6 તોલાના દાગીના સેરવી લીધા

વાપી:સેલવાસના કિલવણી વિસ્તારમાં મંગળવારે ચાર ગઠિયાએ વૃધ્ધાને સરકારની સહાય આપવાનું કહી રોકડા રૂ.હજાર અને કપડા ભરેલી થેલી આપી શરીર પર પહેરેલા તોલા સોનાના ઘરેણાં ઉતરાવી નજર ચૂકવી તફડાવી ગયા હતા.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સેલવાસના કિલવણી ગામે રોહિત સ્ટ્રીટ વિસ્તારમાં રહેતા ડાહીબેન બાવાભાઈ રોહિત (ઉ.વ.૬૮) મંગળવારે બપોરે ઘરેથી બજારમાં જવા નીકળ્યા હતા. દરમિયાન રસ્તામાં ચાર શખ્સોએ તેમને રોકયા હતા. એક શખ્સે સરકાર દ્વારા રૂ.હજાર અને કપડા આપવામાં આવી રહ્યાનું જણાવી વાતોમૌં પોરવ્યા હતા. અને ડાહીબેનને રોકડા રૂ.હજાર અને કપડા ભરેલી થેલી પણ આપી હતી.

(6:21 pm IST)