Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

વડોદરાની સેન્ટ્રલ જેલમાંથી શૌચાલયમાં છુપાવેલ કેદીઓના મોબાઈલ ફોન મળી આવતા ફરિયાદ દાખલ

વડોદરા:શહેરના સેન્ટ્રલ જેલના યાર્ડ-૧૪માં આવેલી એક ખોલીમાં શૈાચાલયના ટબમાં ખાડો કરીને છુપાવેલો મોબાઈલ ફોન મળતાં ખોલીમાં રહેતા સાત પાસાના કેદીઓ સામે જેલરે ફરિયાદ નોંધાવી હતી.

સેન્ટ્રલ જેલના ગુ્રપ-૨ના જેલર રમણભાઈ ભીખાભાઈને ગઈ કાલે જેલના યાર્ડ-૧૨ની એક ખોલીમાં કેટલાક કેદીઓએ મોબાઈલ છુપાવી તેનો ઉપયોગ કરતા હોવાની માહિતી મળી હતી. માહીતીના પગલે તેમણે અન્ય જેલરો અને  ઝડતી સ્કવોર્ડના કાફલા સાથે ગઈ કાલે સવારે આકસ્મિત ઝડતી હાથ ધરી હતી. ઝડતી દરમિયાન યાર્ડ-૧૨ના ખોલી નંબર ૧૪ની અંદર બેરેકમાં શૈાચાલયના ટબમાં ખાડો કરીને છુપાવેલો સીમ વગરનો બેટરી સહિતનો એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો. ફોન અંગે સ્ટાફે ઉક્ત ખોલીમાં રહેતા કેદીઓની પુછપરછ કરી હતી પરંતું કોઈએ સંતોષકારક જવાબ આપ્યો નહોૅતો.

(6:17 pm IST)