Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

વડોદરાના રાજમહેલ રોડ પરથી વૃદ્ધાને લાલચ આપી ગઠિયાએ 20 હજારનો અછોડો તફડાવ્યો

વડોદરા:શહેરના રાજમહેલરોડ પરથી ચાલતા પસાર થઈ રહેલી વૃધ્ધાને ટાબરિયા સહિતના બે ગઠિયાએ કોરાકાગળના બંડલ પર રૃા.૫૦૦ની માત્ર એક નોટ મુકીને બંડલ આપી દેવાની લાલચ આપી હતી. દરમિયાન ૫૦૦ રૃપિયાની નોટનું બંડલ છે તેમ માની લાલચમાં આવેલી વૃધ્ધાએ બંડલ લઈને ગઠિયાઓને ૨૦ હજારનો અછોડો આપી દેતા ગઠિયાઓ વૃધ્ધાને છેતરીને ફરાર થયા હતા.

મુળ પંચમહાલના શહેરા તાલુકા સ્થિત ખોજલવાસા ગામમાં રહેતા ૫૫ વર્ષીય કંકુબેન ગેમાભાઈ બારિયા ગત ૮મી એપ્રિલથી અત્રે દાંડિયાબજાર વિસ્તારની અંલકાર એપાર્ટમેન્ટમાં પુત્રના ઘરે રહેવા માટે આવ્યા છે. ગત ૯મી તારીખના સાંજે તે કામઅર્થે લાલકોર્ટ તરફ ગયા હતા અને ત્યાંથી રાત્રે આઠ વાગેે તે ચાલતા દાંડિયાબજારમાં ઘરે જવા માટે નીકળ્યા હતા. દરમિયાન રાજમહેલ રોડ પર એક કિશોરે તેમની પાસે જઈને જણાવ્યું હતું કે 'માસી, મારા શેઠિયાએ મને કાઢી મુક્યો છે અને મારે સુરત જવું છે,મારી પાસે ભાડુ નથી માટે મને ભાડુ આપો'. કિશોર તેમની સાથે ચાલતો વાતો કરતો હોઈ  તેમણે દસ રૃપિયા આપ્યા હતા. 

(6:16 pm IST)