Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

વડોદરા: બંધ મકાનમાંથી ચોરી કરી હાઇવે પર રિક્ષાની મારફતે ફરાર થતી ટોળકીને હરણી પોલીસે ઝડપી: 68 હજારની મતા જપ્ત કરી

વડોદરા:શહેરના છાણી વિસ્તારના બંધ મકાનમાં ચોરી કરીને હાઈવે પર રિક્ષામાં ફરાર થઈ રહેલી સીકલીગર ગેંગેના પાંચ તસ્કરોને હરણી પોલીસે ઝડપી પાડી તેઓની પાસેથી ૬૮ હજારની મતા જપ્ત કરી હતી.

શહેરના છાણી વિસ્તારના એક બંધ મકાનમાં ચોરી કરનાર નામચીન સિકલીગર ગેંગ ગત રાત્રે હાઈવે પર ગોલ્ડનચોકડી પાસેથી પસાર થવાની છે તેવી માહિતીના પગલે હરણી પોલીસના  પીઆઈ બી એમ રાણા સહિતની ટીમે ઉક્ત સ્થળે વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન ત્યાંથી શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલી એક ઓટોરિક્ષાને પોલીસે આંતરી હતી અને તેમાં બેઠેલા અમરસિંગ ઘાનસીંગ ચૈાહાણ-સીકલીગર(માળીયાહાટીના મફતીયા પ્લોટ, જુનાગઢ), કલ્લુસીંગ ઉર્ફ અમરસીંગ માયાસીંગ બાવરી સીકલગીર (ભાથુજીનગર,ન્યૂવીઆઈપી રોડ, વડોદરા), આયાસીંગ સેવાસીંગ ભાદ્દા સીકલીગર (નવીનગરી,સેવાલિયા,મહિસાગર), ભીલસીંગ રતનસીંગ ટાંક સીકલીગર (ભાથુજીનગર, ન્યૂવીઆઈપી રોડ, વડોદરા) અને સુનિલસીંગ અર્જુનસીંગ બાવરી સીકલીગર (ભાથુજીનગર, ન્યૂવીઆઈપી રોડ, વડોદરા)ની પૂછપરછ રી હતી. 

(6:15 pm IST)