Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ફરી વિવાદમાં ફસાયા : મતદારો, મીડિયા બાદ હવે અધિકારીઓને પણ ધમકાવ્યા

કાર્યકરોને કહ્યું ,,જો કામ સાચું હશે તો અધિકારી પાસે કામ કરાવીશ જો નહીં કરે તો 14મુ રતન વાપરીને કામ કરાવીશ

વડોદરા ;ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ફરી વિવાદમાં ફસાયા છે કોયલી સ્થિત ભાજપની જાહેર સભામાં ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ફરીવાર વિવાદીત બોલ બોલ્યા છે...જેમાં તેમને મતદારો, મીડીયા બાદ હવે અધિકારીઓને આડકતરી રીતે ધમકી આપતા ખળભળાટ મચી જવા પામ્યો છે. કોયલીમાં ભાજપની જાહેર સભા હતી જેમાં કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલાએ હાજરી આપી છે.

કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલા જાહેર સભા સ્થળ પર પહોચે તે પહેલા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે સભાને સંબોધિત કરી હતી. જેમાં તેમને કાર્યકરોને કહ્યું કે, કોઈ પણ કામ હોય તો મારી પાસે આવજો, કામ સાચું હશે તો અધિકારી પાસે કામ કરાવવાના પ્રયાસ કરી અને જો અધિકારી નહી કરે તો 14મું રતન વાપરીને પણ કામ કરાવીશ.

આમ વિવાદીત ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે મતદારો, મીડીયા બાદ આડકતરી રીતે અધિકારીઓને પણ ધમકી આપી છે. ઉપરાંત મધુ શ્રીવાસ્તવે કહ્યું કે, કોઈ પણ નાત જાત વગર હું તમામના કામો કરું છું. જેથી સતત ચૂંટણી જીતું છું.

(12:33 am IST)