Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

PUBG ગેમ પરના પ્રતિબંધને પડકારતી અરજી હાઇકોર્ટમાં દાખલ :ચાલુ સપ્તાહે સુનાવણી કરાશે

 

અમદાવાદઃ રાજ્યના અનેક શહેરોમાં સરકાર દ્વારા PUBG ગેમ પર મૂકવામાં આવેલા પ્રતિબંધને પડકારતી અરજી હાઇકોર્ટમાં દાખલ કરાઈ છે ઇન્ટરનેટ ફ્રીડમ ફાઉન્ડેશન દ્વારા હાઇકોર્ટમાં ગેમ પરના પ્રતિબંધને પડકારતી અરજી દાખલ થઇ છે મામલે ચીફ જસ્ટીસ અનંત દવે અને બિરેન વૈષ્ણવની ખંડપીઠ સમક્ષ ચાલુ સપ્તાહ દરમિયાન સુનાવણી હાથ ધરાશે.

PUBG ગેમને પ્લે સ્ટોર પરથી આશરે 10 કરોડ લોકોએ ડાઉનલોડ કરી છે અને સમગ્ર વિશ્વમાં ગેમને લઈને ભારે ઘેલછા જોવા મળી રહી છે. ત્યારે વિવિધ શહેર પોલીસ દ્વારા CRPCની કલમ 144 મુજબ ગેમ રમવા પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો હતો. અમદાવાદ, રાજકોટ, સુરત, ભાવનગર સહિતના શહેરોમાં ગેમ રમવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. કારણ કે, ગેમ રમવાથી યુવાવર્ગમાં હિંસાત્મક વર્તન જોવા મળતું હોવાનું તારણ આવ્યું હતું.

અમદાવાદમાં પ્રતિબંધને ઉઠાવી લેવામાં આવ્યો છે, પરંતુ રાજકોટ તેમજ કેટલાક શહેરોમાં 30 એપ્રિલ સુધી ગેમ પર પ્રતિબંધ લાગુ રહેશે. અરજદારે રાજ્યભરમાં ગેમ રમતા ઝડપાયેલા કુલ 21 લોકો વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યવાહીને પણ પડકારી હતી

(1:13 am IST)