Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

ભાજપમાં જોડાવાનો નથી : સતા કે પદની લાલચ નથી :સન્માન મળવું જોઈએ :અલ્પેશ ઠાકોરની સ્પષ્ટ વાત

ચૂંટણીમાં ખુબ મદદ કરી છતાં કોંગ્રેસ ઠાકોર સેનાની અવગણના કરી

અમદાવાદ :કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે તેની આગામી રણનીતિ અંગે વાત કરી હતી. અલ્પેશે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે અમે કોઇ પક્ષ સાથે જોડાવાના નથી, ખાસ કરીને ભાજપમાં જોડાવાના નથી

   અલ્પેશે કહ્યું કે છેલ્લા એક વર્ષથી ખાસ કરીને 2017ની વિધાનસભા ચૂંટણીમાં ઠાકોર સેનાએ કોંગ્રેસનો પ્રચંડ પ્રચાર કર્યો, આ સમયે કોંગ્રેસ ખરાબ સમયમાંથી પસાર થઇ રહી હતી. જો કે અમે ચૂંટણીમાં ખૂબ જ મદદ કરી હોવા છતા કોંગ્રેસ પાર્ટી દ્વારા ઠાકોર સેનાની સતત અવગણના કરવામાં આવી. જ્યારે ગુજરાત કોંગ્રેસનું પ્રદેશનું માળખું જાહેર કરવામાં આવ્યું ત્યારે સૌપ્રથમ ઠાકોર સેનાના યુવાનોના નામ કાપવામાં આવ્યા. જો કે ત્યારે પણ અમે કડવું ઘુંટ પી ગયા. અમને સત્તા કે પદની લાલચ નથી પરંતુ જે પાર્ટીમાં જોડાયેલા છીએ તેમાં સન્માન મળવું જોઇએ.

(7:34 pm IST)