Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

સુરતના સરથાણામાં આઇપીએલ મેચ પર ઓનલાઇન સટ્ટો રમતા પાંચ પકડાયા

 

સુરતના સરથાણા વિસ્તારમાંથી સુરત પીસીબી પોલીસે આઇપીએલ મેચ પર ઓનલાઇન સટ્ટો રમાડી રહેલા પાંચ લોકોને પકડી પાડયા છે  તેમની પાસેથી મોબાઈલ ફોન અને બીજા કેટલાક ઓનલાઇન સટ્ટો રમવા માટે ઉપયોગ થતા સાધનો કબ્જે કરી તપાસ ચાલુ કરી છે.સુરત પીસીબી પોલીસને ખાનગી રહે માહિતી મળી હતી કે સરથાણા ના યોગી ચોક વિસ્તારમાં કેટલાક ઈસમો આઇપીએલ મેચ પર સટ્ટો રમાડી રહયા છે. જેના આધારે પીસીબી પોલીસે રેડ કરતા -5 ઈસમોને પકડી પડ્યા હતા અને ઈસમો આઇપીએલ મેચ જેમાં ચાલી રહેલ આઇપીએલ 2018 ની ચેન્નઈ સુપર કિંગ અને કોલકતા નાઈટ રાઇડર મેચ પર સટ્ટો રમાડી રહયા હતા. જેથી પોલીસે 5ની ઘરપકડ કરી અને તેમની પાસેથી 9 મોબાઈલ ફોન 1 ટીવી અને 1 લેપટોપ કબ્જે કર્યું છે.

(10:58 pm IST)