Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

14મીથી 5મી મેં સુધી રાજ્ય સરકાર દ્વારા ગ્રામ સ્વરાજ અભિયાન 17 જિલ્લાના 96 ગામડાઓમાં વિકાસકાર્યો પૂર્ણ કરવા ભાર મુકાશે

અમદાવાદનાં 5, અમરેલીનાં 3 અને સાબરકાંઠાનાં 18 ગામોનો સમાવેશ

ગાંધીનગર :રાજ્ય સરકાર દ્વારા 14 એપ્રિલથી 5મેં સુધી ગ્રામ સ્વરાજ અભિયાન હાથ ધરવાનું આયોજન કરાયું છે જેમાં 17 જિલ્લાનાં 96 ગામડાઓમાં વિકાસ કાર્યો પૂર્ણ કરવા ભાર મૂકવામાં આવશે તેમજ કેન્દ્ર સરકાર દ્વારા ગ્રામ વિકાસની લગતી યોજનાઓનો પણ પ્રસાર કરવામાં આવશે.

  અભિયાન હેઠળ અમદાવાદનાં 5, અમરેલીનાં 3 અને સાબરકાંઠાનાં 18 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગામડાંઓમાં ઉજ્જવલા યોજના હેઠળ ગેસ સિલિન્ડર આપવામાં આવશે. તેમજ જન ધન યોજના હેઠળ બાકી રહેલા ખાતાં પણ ખોલવામાં આવશે.

   અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 42મી મન કી બાત શ્રેણીમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે 14 એપ્રિલ ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મજ્યંતિથી 5મેં સુધી સમગ્ર દેશમાં ગ્રામ સ્વરાજ અભિયાન હાથ ધરવામાં આવશે.

જેમાં ગ્રામ વિકાસ, ગરીબ કલ્યાણ કાર્યક્રમો વગેરે યોજાશે. બંધારણનાં ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરને યાદ કરીને તેઓએ કહ્યું હતું કે,"બાબાસાહેબે વર્ષો પહેલા રોજગારી માટે ઔધૌગિકરણની હિમાયત કરી હતી અને આજે અમારી સરકાર પણ તે કામ કરી રહી છે.

(10:55 pm IST)