Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

નડિયાદ-પેટલાદ રોડ નજીક પુરપાટ ઝડપે આવતી જીપે કારને ટક્કર મારતા 3નો આબાદ બચાવ

નડિયાદ:નડિયાદ-પેટલાદ રોડ પર આવેલ પીપલગ ચોકડી વાહન ચાલકો માટે અકસ્માત ઝોન બની ગઇ છે. તેમાય રોન્ગ સાઇડથી આવતા વાહન ચાલકો આ ચોકડી પર પુરપાટ ઝડપે પસાર થતા હોઇ ઘણી વાર સીધા જતા વાહન ચાલકો માટે જોખમી બનતા હોય છે. આવો જ બનાવ આજે બપોરના સમયે પણ સર્જાયો હતો. જેમાં રોન્ગ સાઇડથી પસાર થઇ રહેલા જીપ ચાલકે ઇકો કારને જોરદાર ટક્કર મારી હતી. જોકે સદનસીબે કારમાં બેઠેલા ત્રણ વ્યક્તિઓનો આબાદ બચાવ થવા પામ્યો હતો.
નડિયાદ-પેટલાદ રોડ પર આવેલ પીપલગ ચોકડી પર આજે બપોરના સમયે ઇકો કાર નં.જીજે.૨૩.એએન.૯૮૫૩ લઇ ત્રણ વ્યક્તિઓ મહેળાવ તરફ જઇ રહી હતી. તે સમયે પીપલગ ગામ તરફથી પુરપાટ ઝડપે રોન્ગ સાઇડ પર આવી રહેલ જીપ નં.જીજે.૦૭.વાયઝેડ.૧૧૮૩ ના ચાલકે પુરપાટ ઝડપે જીપ હંકારી આવતા તેની જીપ સીધી ઇકો કાર સાથે ભટકાઇ હતી. અકસ્માત એટલો તો જોરદાર હતો કે જીપની ટક્કરે ઇકો કારની આખી એક સાઈડની ચેસીસ દબાઇ ગઇ હતી. જોકે સદનસીબે કારમાં બેઠેલા એક પણ વ્યક્તિને ઇજા થઇ ન હતી. મહત્વની વાત છે કે જીપનો ચાલક રોન્ગ સાઇડમાં પુરપાટ ઝડપે આવી રહ્યો હતો. અને સીધા રસ્તા પર જઇ રહેલ ઇકો કાર સાથે અકસ્માત સર્જયો હતો. તેમ છતા જીપના માલિકે અકસ્માતના સ્થળ પર પહોચી ઉલટા ચોર કોટવાલ કો દાટેતેમ દાદાગીરી શરૂ કરી દીધી હતી. ઇકો કારમાં બેઠેલ મહિલા સાથે માફી માંગવાને બદલે ઉશ્કેરાઇને વાતો કરતા જીપના ચાલકે તમારા થી થાય તે કરી લોતેમ કહી ઉધ્ધતાઇ પૂર્વક વર્તન કર્યુ હતુ.
પીપલગ ચોકડી પર બનેલ અકસ્માત બાદ અડધો કલાક સુધી અહી લોકોના ટોળા જામી ગયા હતા. પરંતુ પોલીસનો કોઇપણ માણસ અકસ્માત સ્થળ પર જોવા મળ્યા ન હતા. ના છુટકે ઝલક ચોકી પર સેવાભાવી વ્યક્તિ દ્વારા અક્સમાતના બનાવ અંગે જાણ કવામાં આવી હતી.

(8:06 pm IST)