Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

ગાંધીનગર જિલ્લામાં પોલીસે દરોડા પાડી 50 હજારની રોકડ સાથે 6 જુગારીઓને પકડ્યા

ગાંધીનગર:શહેર તેમજ જિલ્લામાં જુગારીની પ્રવૃતિ નાથવા માટે પોલીસ દોડધામ કરી રહી છે ત્યારે સાંતેજ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે નાંદોલી ગામમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમાઈ રહયો છે. જે બાતમીના આધારે પોલીસ ટીમે દરોડો પાડીને છ જુગારીઓને પ૦ હજારની રોકડ સાથે ઝડપી પાડયા હતા. તમામની જુગારધારા હેઠળ અટકાયત કરીને વધુ તપાસ શરૃ કરી હતી.
ગાંધીનગર જિલ્લામાં આમ તો શ્રાવણ મહિનામાં જુગારની પ્રવૃતિ વધારે જોવા મળતી હતી પરંતુ હવે જુગારીઓ ગમે ત્યારે જગ્યા શોધીને જુગાર રમવા બેસી જતાં હોય છે ત્યારે ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા પણ આવા જુગારીઓને પકડવા માટે દોડધામ શરૃ કરવામાં આવી છે. સાંતેજ પોલીસ સ્ટેશનના ઈન્સ્પેકટર આર.બી.રાણાની સૂચનાના પગલે પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે નાંદોલી ગામમાં માલદેવ મહારાજના મંદિર પાસે ખુલ્લી જગ્યામાં હારજીતનો જુગાર રમાઈ રહયો છે.
જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડી ગાભાજી પોપટજી ઠાકોર રહે.પાલોડીયા, ધીરાજી ગલાબજી ઠાકોર રહે.નાંદોલી, કાળુભાઈ કાસમભાઈ જાદવ રહે.અરણેજ-સાણંદ, દલપતજી ભીખાજી ઠાકોર રહે.ઘુમા, ગણપતજી ગાભાજી ઠાકોર રહે.સબાસપુર કલોલ અને કાળાજી ખોડાજી ઠાકોર રહે.શીલજને દાવ ઉપરના ૧ર પ૦૦ તેમજ અંગ ઝડતીમાંથી ૩૮૮૦૦ રોકડા મળી કુલ પ૦ હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. આ જુગારીઓની જુગારધારા હેઠળ અટકાયત કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી હતી.
 

(8:05 pm IST)