Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

“સસ્તું સોનુ”:સુરતના કામરેજ ચાર રસ્તા પાસે સસ્તામાં સોનાના બિસ્કિટ આપવાની લાલચ આપી નાસિકના વેપારી પાસેથી 6.50 લાખ પડાવી લેનાર ત્રણ પૈકી બે શખ્સ પોલીસના સકંજામાં

બારડોલી:સુરત નજીક કામરેજ ચાર રસ્તા પર નાસિકના વેપારીને સસ્તામાં સોનાની બિસ્કીટ આપવાની લાલચ આપી રોકડા રૂ. ૬.૫૦ લાખ પડાવી જનારા ત્રણ શખ્સોમાંથી બે શખ્સોને એલસીબી ટીમે ઝડપી પાડયા હતા. પોલીસે રૂ. ૨.૫૦ લાખ રોકડા કબ્જે કર્યા હતા. એક શખ્સને વોન્ટેડ જાહેર કર્યા છે.

કામરેજ ચાર રસ્તા પર થોડા દિવસ અગાઉ નાસિકના વેપારીને સસ્તામાં સોનાની બિસ્કીટ આપવાની લાલચ આપી જય ઠક્કર, સાજીદ પીરઝાદા અને પ્રવિણ પટેલ રૂ. ૬.૫૦ લાખ પડાવી જઇ  છેતરપિંડી કરી ગયા હતા. દરમિયાન એલસીબી ટીમે બાતમી આધારે ગતરોજ કામરેજ ચાર રસ્તા  દાદા ભગવાનના મંદિર નજીકથી બે શખ્સોને ઝડપી પાડયા હતા.

જેમાં જગદીશ ઉર્ફે જય મનસુખભાઇ મોનાણી (ઠક્કર)  (ઉ.વ. ૩૦, હાલ રહે. સિધ્ધાર્થ એપાર્ટમેન્ટ, વટવા, અમદાવાદ, મૂળ રહે. પોરબંદ, જિ. પોરબંદર) અન ેસાદીક ઉર્ફે બાપુ ફકીર અહમદ પીરઝાદા (ઉ.વ. ૩૨, રહે. વરવાળા)ને ઝડપી લઇ અંગ જડતી લેતાં બે મોબાઇલ ફોન અને રોકડા રૂ. ૨,૩૫,૦૦૦નો મુદ્દામાલ મળી આવતા પોલીસે કબ્જે લીધો હતો.

(8:04 pm IST)