Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

વલસાડમાં વીજલાઇનના સ્પાર્કના કારણે લાગેલ આગમાં પશુઓનો ઘાસચારો બળીને ખાખ

વલસાડ:શહેરના વેલવાચ ગામના વાઘદરડા ગામે પશુઓના તબેલા નજીકથી  પસાર થતી વિજ લાઇનમાં થયેલ સ્પાર્કના પગલે ઉડેલા તણખાની ઝુપેટમાં પશુઓ માટે સંગ્રહ કરેલો ઘાસચારો આવી જતાં ખાખ થઇ ગયો હતો. આ સાથે કિંમતી સાધનો પણ બળી ગયા હતા.

વેલવાચ ગામના વાઘદરડા ફળિયા ખાતે રહેતા જેસીંગભાઇ બહાદુરભાઇ પટેલ પશુપાલન કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમણે ફળિયામાં ૪૦ પશુઓ માટે બનાવેલા તબેલામાં રહેતા પશુઓ માટે  આશરે ૧૫ ટેમ્પા ઘાસચારો સંગ્રહ કર્યો હતો.

આજે બપોરના સમયે ઘાસચારાના ગોડાઉન  નજીકથી પસાર થથી વીજલાઇનમાં થયેલા સ્પાર્કના પગલે ઉડેલા તણખાની ઝપેટમાં પશુઓ માટે સંગ્ર કરેલ  ઘાસચારો આવી જતાં  ગણતરીની સેકન્ડમાં આગની   જ્વાળાના પગલે આજુબાજુના રહીશો દોડી આવ્યા હતા.

તાત્કાલિક ધરમપુર પાલિકાના ફાયર વિભાગમાં જાણ કરાતા દોડી જઇ આગ બુઝાવવા  મંડી પડયા હતા અને  આગને સંપૂર્ણ કાબુમાં લીધી હતી. પશુઓના ઘાસચારામાં સર્જાયેલ આગના પગલે પશુઓ માટે ઘાસચારો કાપવાના બે મશીનો સહિતના સામાન બળીને ખાખ થઇ ગયો હતો.

(8:04 pm IST)