Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

હિંમતનગરમાં દોડની પ્રેકટીશ કરવા આવેલ માલગઢના 17 વર્ષના કિશોરનું મોત

બનાસકાંઠા:જિલ્લાના ડીસા તાલુકાના માલગઢ ગામના એક ૧૭ વર્ષના વિદ્યાર્થીની પસંદગી થઈ હોવાને કારણે તે થોડા દિવસ અગાઉ દોડની પ્રેક્ટીશ કરવા માટે હિંમતનગર આવ્યો હતો. જ્યા મંગળવારે સવારે અચાનક બેભાન થઈ જતા તેને સારવાર મળે તે પહેલાજ તેનું મોત નિપજ્યુ હતું.
જે અંગે હિંમતનગર સિવિલના તબિબે હિંમતનગર બીડીવીઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.  ડીસા તાલુકાના માલગઢ ગામે આવેલી શેઠ શ્રી લચ્છાજી ઈન્દુજી માળી સ્કૂલના ધો.૧૨ માં ભણતા રાહુલ પુખરાજજી સોલંકીની દોડની નેશનલ કક્ષાની સ્પર્ધામાં પસંદગી થઈ હતી જેથી તે તેની પ્રેકટીશ કરવા માટે ગત તા.૩૦ માર્ચના રોજ હિંમતનગર આવીને મોતીપુરા વિસ્તારની એક સ્કૂલની હોસ્ટેલમાં રહેતો હતો અને સાબર સ્ટેડીયમમાં સવાર-સાંજ જઈને દોડની પ્રેક્ટીશ કરતો હતો

 

(8:03 pm IST)