Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

બનાસકાંઠાના ઘાડવા ગામના ઠાકોર પરીવારનો સામુહીક આપઘાતઃ ટ્રેન નીચે માતા-પુત્રના મોતઃ બચી ગયેલા પિતા-પુત્રને સારવાર માટે લઇ જતી એમબ્યુલન્સ આડે રોઝડું ઉતરતા અકસ્માતમાં તેના પણ મોત થતા એક જ પરીવારના ૪ના મોતથી અરેરાટી

પાટણઃ કયારેક કોઇ કુટુમ્બ ઉપર કાળચક્ર ફરી વળે છે ત્યારે સમગ્ર પરીવાર કાળચક્રમાં હોમાઇ જાય છે તેવો એક અરેરાટી ભર્યો કીસ્સો બનાસકાંઠાના ધાડવા ગામે ઠાકોર પરીવારમાં થતા સમગ્ર ગામમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

ધ્રાડવા ગામમાં એક ઠાકોર પરીવારે અગમ્ય કારણોસર બાજુના ભડકાસર રેલ્વે ફાટક પાસે ટ્રેન નીચે પડતુ મુકીને ૪ વ્યકિતએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં ઘટના સ્થળે જ માતા અને પુત્રના મોત નિપજયા હતા. જયારે પિતા અને પુત્રને સારવાર માટે હોસ્પીટલે લઇ જવામાં આવ્યા હતા. ત્યારે પાટણ નજીકના કાંસા ગામ પાસે એમ્બ્યુલન્સ આડે રોઝડુ ઉતરતા પિતા-પુત્રના પણ એમ્બ્યુલન્સ પલ્ટી મારી જતા મોત નિપજયા હતા.

કુદરતનું કાળચક્ર જાણે પીછો કરતુ હોય તેમ ટ્રેન નીચે પડતુ મુકી આપઘાત કરવા ગયેલ આખે આખો પરીવાર ટ્રેન નીચે કપાયો પરંતુ તેમાં બચી ગયેલા પિતા-પુત્રનું એમ્બ્યુલન્સને નડેલા અકસ્માતમાં મોત નિપજતા ભારે અરેરાટી વ્યાપી ગઇ છે.

(7:50 pm IST)