Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

છોટા ઉદેપુરના ડોલરિયા ગામમાં શેઠની પત્નીને ભગાડી જનાર યુવકની કરપીણ હત્યાઃ તેરિયા રાઠવાની ધરપકડ

વડોદરાઃ મંગળવારના રોજ છોટા ઉદેપુરના ડોલરિયા ગામની બહાર આવેલી કોતરોમાંથી એક 20 વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. રેસિંઘ ધનુક નામના આ યુવકની 6 એપ્રિલના રોજ ત્યા કરવાના આરોપસર તેરિયા રાઠવા નામના શખ્સની ધરપકડ પણ કરવામાં આવી છે.

મંગળવારે વહેલી સવારે નારણ રાઠવા નામનો શખ્સ કુદરતી હાજત માટે કોતરમાં ગયો ત્યારે તેને ધનુકનો મૃતદેહ મળી આવ્યો. પોલીસના જણાવ્યા અનુસાર ધનુકનો પગ જમીનથી બહાર આવી ગયો હતો અને નારણ તેની સાથે અથડાયો હતો. પછી તેણે સરપંચ અને ગામના અન્ય લોકોને આ વિષે જાણ કરી હતી.

ગામના લોકોએ ખાડો ખોદ્યો અને મૃતદેહ બહાર કાઢ્યો, પરંતુ મૃતદેહમાં માથું નહોતું. અમુક કલાકો પછી ત્યાંથી થોડેક દુર રઝળતા કૂતરાં દ્વારા જમીનમાંથી માથાનો ભાગ પણ ખોદી કાઢવામાં આવ્યો હતો, અને ધનુકની માતા ખુમલીએ તેની ઓળખ કરી હતી.

પોલીસ ફરિયાદમાં ખુમલીએ જણાવ્યું કે, તેમના ગામના ખેડૂત તેરિયાએ તેના દીકરાની હત્યા કરી છે. ધનુક તેરિયાના ખેતરમાં મજૂરી કરતો હતો અને ગયા વર્ષે દિવાળીના સમયે તેરિયાની પત્ની સાથે ભાગી ગયો હતો.

એક મહિના પછી બન્નેને ગામમાં પાછા લાવવામાં આવ્યા હતા, ત્યારપછી ધનુક બીજા જિલ્લામાં નોકરી માટે જતો રહ્યો હતો. ખુમલીના જણાવ્યા અનુસાર, તેરિયા ઘણી વાર તેમના ઘરે આવતો અને ધનુક વિષે પુછપરછ કરતો હતો. તેરિયાએ ધનુક પાછો આવશે તો તેને મારી નાખવાની પણ ધમકી આપી હતી.

(6:35 pm IST)