Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

રાજકોટ-અમદાવાદ-વડોદરા અને સુરતમાં કોંગ્રેસના બે શહેર પ્રમુખની નિમણૂક કરાશેઃ સંગઠનને મજબૂત બનાવવા બે ઝોન પડાશે

રાજકોટ, તા. ૧૧ :. કોંગ્રેસ હવે નવા જુસ્સા સાથે સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે કાર્યરત થયુ છે અને રાજકોટ સહિત ૪ મહાનગરોમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે બબ્બે પ્રમુખની નિમણૂક કરવામાં આવશે. રાજ્યના ૪ મહાનગરોને કોંગ્રેસ સંગઠનની રીતે બે ઝોનમાં વહેંચશે. ૪ મહાનગરોમાં ૧ નહીં પરંતુ હવે ૨ શહેર પ્રમુખ રહેશે. એક ઝોનના એક પ્રમુખ એમ કુલ બે શહેર પ્રમુખ હશે. અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં કોંગ્રેસના બે શહેર પ્રમુખ બન્ને શહેર પ્રમુખોને સોંપાશે. અલગ અલગ કામગીરી માટે કોંગ્રેસ ૮ મહાનગરોમાં આંદોલનાત્મક અને સંગઠનાત્મક કામગીરી કરશે. જિલ્લાનો પ્રવાસ પૂર્ણ કરી પ્રદેશ પ્રમુખ અને વિપક્ષી નેતા મહાનગરોનો કરશે પ્રવાસ, શહેરોના સંગઠનના માળખામાં યુવા ચહેરાઓને પ્રાધાન્ય અપાશે.

(4:44 pm IST)