Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

વલસાડમાં વશિયર વિસ્તારમાં પાણીની લાઈનમાં ભંગાણ :હજારો લીટર પાણી વેડફાયું

વલસાડમાં વશિયર વિસ્તારમાં પાણીની લાઈનમાં ભંગાણ પડતાં હજારો લીટર પાણી વેડફાયું છે. રોડના ખોદકામ દરમિયાન જૂથ પાણી પૂરવઠાની લાઈનમાં ભંગાણ પડતાં ચારેય બાજુ પાણી ફરી વળ્યાં હતા 

   ઘટનાની જાણ થતાં તંત્રએ પાણીનો પુરવઠો બંધ કરી દીધો હતો. ઉનાળામાં રાજ્યમાં પાણીની તંગી વર્તાઈ રહી છે અને અનેક વિસ્તારોમાં પાણી બૂમો પડી રહી છે તેવામાં છેલ્લા ઘણા સમયથી અનેક વિસ્તારોમાં લાખો લીટર પાણી રીતે વેડફાઈ રહ્યું છે.

(11:29 pm IST)