Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

હવે સાબરકાંઠા જિલ્લામાં હાર્દિક પટેલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

વડાલી તાલુકાના કેશરગંજ ગામેં સભામાં ઉશ્કેરણીજનક શબ્દો ઊચ્ચાર્યાનો આરોપ

 

હવે સાબરકાંઠામાં હાર્દિક પટેલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં તેણે જાહેરસભામાં ઉશ્કેરણીજનક શબ્દો ઉચ્ચાર્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

    સાબરકાંઠાના વડાલી તાલુકાના કેશરગંજ ગામ ખાતે 5 મી ડિસેમ્બરે યોજાયેલી સભામાં હાર્દિક પટેલ દ્વારા અભદ્ર ભાષાનો પ્રયોગ કરાયો હતો. હાર્દિક પટેલે જાહેર સભામાં ઉશ્કેરણીજનક શબ્દો ઉચ્ચાર્યા હતાં તેવા આરોપસર નાયબ મામલતદારે પોલીસ ફરિયાદ નોંધાવી હતા.

ફરિયાદના આધારે વડાલી પોલીસે જાહેરનામાં ભંગની કલમ લગાવી કાર્યવાહી કરી હતી.

(11:30 pm IST)