Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

અંકલેશ્વર:પરણિત યુવતીની તેના જ ગામનો યુવક કરતો 'તો છેડતી;સબંધ બાંધવા કરતો હતો દબાણ

 

ભરૂચ જીલ્લાના અંકલેશ્વર તાલુકાના એક ગામમાં એક પરણિત યુવતીની તેના ગામનો યુવક છેડતી કરીને સંબંધ બાંધવા દબાણ કરતો હોવાની રાવ ઉઠી છે પરણિત યુવતી દુકાન ઉપર સામાન ની ખરીદી કરવા માટે ગઇ હતી તે સમય દરમિયાન ગામના એક યુવાને યુવતી નો હાથ પકડી લઇ યુવતી ની છેડતી કરી હતી.

ગામના યુવાન એવા ગૌરાંગ ની હરકતનો ભોગ બનેલ યુવતી જે તે સમયે લાચાર બની ૧૮૧ મહિલા અભયમમાં જાણ કરી હતી પરન્તુ યુવત ના આક્ષેપો મુજબ ૧૮૧ અભયમ ઉપરથી તેઓની અરજી લઇ લીધી છે તમે નજીકના પોલીસ મથકે ફરિયાદ કરો તેવો જવાબ મળ્યો હતો.

   ત્યાર બાદ યુવતી મામલા અંગે અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ મથક માં જાણ કરતા પોલીસે પણ મામલા અંગે યુવતી ની માત્ર અરજી લઇ કાર્યવાહી હાથધરી હતી

  અત્રે ઉલ્લેખનીય છે કે યુવતી તેના પતિ સાથે ફેમેલી ઝઘડાને લઇ તેના પિતા ના ઘરે છેલ્લા કેટલાક સમય થી રહે છેપરન્તુ ગામ નાજ યુવક ગૌરાંગ અવાર નવાર યુવતીને છેડતી કરી તેને સબંધ બાંધવા મજબુર કરતો હોય તેમ સમગ્ર મામલા અંગે ભરૂચ સિવિલ હોસ્પિટલ માં સારવાર લેવા આવેલ પરિણીત યુવતીએ કરેલા આક્ષેપો ઉપર થી જાણવા મળ્યું હતું.

(12:54 am IST)