Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

કાલે કેબિનેટની બેઠક :પીવાના પાણીની સ્થિતિ અંગે સમીક્ષા કરાશે

ચણા અને રાયડાની ખરીદી અને યોજનાના અમલીકરણ બાબતે ચર્ચા થશે

ગાંધીનગરઃકાલે સવારે 10 વાગે કેબિનેટની બેઠક મળશે જેમાં રાજ્યમાં પીવાનાં પાણીની સ્થિતિ બાબતે બેઠકમાં સમીક્ષા કરવામાં આવશે. ઉપરાંત ચણા અને રાયડાની ખરીદી બાબતે પણ સમીક્ષા થશે. યોજનાઓનાં અમલીકરણ બાબતે અને નીતિ વિષયક બાબતો પર પણ ચર્ચા કરવામાં આવશે.

  અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સરકાર અંતર્ગત અવારનવાર ગાંધીનગરમાં બેઠક યોજાતી હોય છે. જેમાં અલગ-અલગ મુદ્દાઓ પર વિશેષ ચર્ચા કરવામાં આવે છે.

એમાંય ખાસ કરીને રાજ્યભરમાં પ્રજાને જે-જે મુશ્કેલીઓ ઊભી થતી હોય છે તેને લગતા વિવિધ મુદ્દાઓ પર આવતી કાલે ચર્ચા કરવામાં આવશે. બેઠકમાં વર્તમાન રાજકીય પરિસ્થિતિ તેમજ સિંચાઈનાં મુદ્દાને લઈને પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.

જેમાં પીવાનાં પાણીની સમસ્યા તેમજ વિવિધ યોજનાઓનાં અમલીકરણને મામલે અને નીતિ વિષયક બાબતો, ચણા અને રાયડાની ખરીદી તેમજ વિવિધ પાકનાં ઉત્પાદનની ખરીદી અંગે બેઠકમાં મહત્વની ચર્ચા કરવામાં આવશે. બેઠકમાં સીએમ રૂપાણી, ડે.સીએમ નીતિન પટેલ સહિત ભાજપનાં અનેક આગોવાનો ઉપસ્થિત રહેશે.

(1:00 am IST)