Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

અમદાવાદમાં પત્નીઅે પ્રેમી સાથે મળીને પતિનું ઢીમ ઢાળી દીધુ

અમદાવાદઃ અમદાવાદમાં પત્નીઅે પ્રેમીને સાથે મળીને પતિની કરપીણ હત્યા કરતા ખળભળાટ મચી ગયો છે.

ફતેહવાડી કેનાસ નજીક આ ઘટના બની છે. છેલ્લા 4 દિવસમાં આ બીજી ઘટના બની છે. પત્નીએ પોતાના પ્રેમી સાથે મળીને આ ઘટનાને અંજામ આપ્યો અને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને પતિની બેરહેમીપૂર્વક હત્યા કરવામાં આવી.

જોકે, આ સમગ્ર ઘટનાની જાણ વેજલપુર પોલીસને થતાં પોલીસે પત્ની અને તેના પ્રેમી વિરૂદ્ધ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

(6:28 pm IST)