Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

અમદાવાદના રિવરફ્રન્ટમાં નશામાં ધૂત લથડીયા ખાતા આવેલા સિક્યુરિટી ગાર્ડ કાર ચાલકને માથામાં દંડો ફટકારતા લોહીલુહાણ

અમદાવાદઃ અમદાવાદ નાસીર શેખ સાંજે જમાલપુર સપ્તઋુષિના આરા પાસેથી રિવરફ્રન્ટમાં પોતાની કાર લઈને પસાર થઈ રહ્યાં હતા. આ દરમિયાન તેમના મોબાઈલ પર કોઈનો ફોન આવતા તે કાર સાઈડમાં પાર્ક કરીને વાત કરવા ઊભા રહ્યાં હતા. આ દરમિયાન ત્યાં રિવરફ્રન્ટના સિક્યુરિટી ગાર્ડ ઈલાલે નશામાં ધૂત લથડિયા ખાતી હાલતમાં આવી નાશીરભાઈને કાર આગળ લઈ લેવા કહ્યું હતું. નાશીરભાઈએ ફોન પુરો થતા જ જતો રહું છે કહેતા તેના સાથીદાર સિક્યુરિટી ગાર્ડ નૂર ઈસ્લામે ઉશ્કેરાઈને નાશીરભાઈના માથામાં દંડો ફટકારી તેમને લોહીલૂહાણ કરી ફરાર થઈ ગયો હતો. નાશીરભાઈને ગંભીર હાલતમાં વીએસ હોસ્પિટલ ખસેડાયા હતા.તેમજ ગાર્ડ વિરુદ્ધ પોલીસ ફરિયાદની કાર્યવાહી હોસ્પિટલમાં ચાલી રહી છે.

(6:25 pm IST)