Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

સુરત અેરપોર્ટ પાસે ડાંગરનો પાક નિષ્‍ફળ જતા ઓલપાડના પટેલ દંપતિઅે મોત મીઠુ કર્યુ

સુરતઃ ઓલપાડમાં રહેતા પટેલ ખેડૂત દંપતિઅે સુરતમાં આત્મહત્યા કરી લેતા અરેરાટી વ્‍યાપી ગઇ છે.

જાણવા મળેલી વિગત મુજબ ઓલપાડમાં રહેતા જયેશભાઇ મણીભાઇ પટેલ ખેતીનું કામ  કરતા હતા. તેમણે ડાંગરની ખેતી કરી હતી પણ નહેરનું પાણી ખેતર સુધી પહોંચી શક્યું નહોતું એટલે તેમનો ડાંગરનો પાક નિષ્ફળ ગયો હતો. જયેશભાઇના નજીકના વર્તુળોએ કહ્યું હતું કે તેમણે દોઢેક લાખ રૂપિયા વ્યાજે લીધા હતા જે નહીં ચુકવી શકવાને કારણે કદાચ આપઘાત કર્યો હોય શકે. જો  કે પોલીસ તપાસમાં સાચું કારણ જાણવા મળશે.

(6:24 pm IST)
  • કર્ણાટકમાં જેડીયુ એકલી લડશેઃ ભાજપને ફટકોઃ કર્ણાટકમાં ભાજપને ફટકોઃ જેડીયુ અલગથી ચુંટણી લડશેઃ નીતિશને યેદિયુરપ્પાનું નેતૃત્વ પસંદ નથીઃ નીતિશ ખુદ કર્ણાટકમાં સભા ગજાવશેઃ કમલ હસન - નીતિશ વચ્ચે પણ ઇલુ-ઇલુ access_time 11:33 am IST

  • આમ આદમી પાર્ટીમાં ફરી એકવાર ઉથલપાથલ શરુ થઈ હોય તેમ લાગે છે. છેલ્લા લાંબા સમયથી પાર્ટીમાં સાઈડલાઈન કરાય રહેલા નેતા કુમાર વિશ્ર્વાસ પાસેથી હવે AAPનું રાજસ્થાનના પ્રાભારી તરીકેનું પદ પાછુ ખેંચી લેવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટીની પોલીટીકલ અફેર્સ કમિટી (PAC)એ વિશ્વાસને હટાવીને દીપક વાજપેયીને રાજસ્થાનમાં પાર્ટીના નવા પ્રભારી બનાવ્યા હોવાનું જાણવા મળે છે. access_time 2:26 pm IST

  • અફઘાનિસ્તાનમાં મસ્જીદ પાસે બોંબ બ્લાસ્ટઃ ૬ના મોત :અફઘાનિસ્તાનના હેરાત પ્રાંતમાં થયેલ બોંબ વિસ્ફોટમાં ૪ બાળકો સહીત ૬ના મોતઃ શિંદાદ જીલ્લામા મસ્જીદ પાસે થયેલ બ્લાસ્ટમાં ૯ બાળકો ઘાયલઃ વિસ્ફોટકને બાઈક સાથે બાંધીને મસ્જીદની બાહર ઉડાવી દેવાઈ access_time 4:31 pm IST