Gujarati News

Gujarati News

News of Wednesday, 11th April 2018

અમદાવાદમાંથી ૭૭ કિલો ગાંજા સાથે અેક શખ્સની ધરપકડ

અમદાવાદઃ કાલુપુર રેલવે સ્ટેશન પર ઊભેલી અમદાવાદ-પુરી ટ્રેનમાંથી  રેલવે એલસીબીએ 77 કિલો ગાંજો ઝડપી પાડ્યો હોવાની માહિતી મળી છે.

મળતી વધુ વિગત મુજબ, મળેલી બાતમીને આધારે પોલીસ દ્વારા કાલુપુર રેલવે સ્ટેશન પર ઊભેલી અમદાવાદ-પુરી ટ્રેનમાં તપાસ કરવામાં આવી હતી. પોલીસ-તપાસમાં ગાંજાનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે  એક આરોપીની ધરપકડ કરી આશરે 77 કિલો ગાંજો જપ્ત કરી વધુ કાર્યવાહી કરી રહી છે.

(6:24 pm IST)