Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

ગુજરાતમાં ૫૧,૭૦૯ બુથ પર ૨૩મી એપ્રિલે મતદાન

૨૮મી માર્ચથી ઉમેદવારી દાખલ કરી શકાશે : બે સીટો અનુસૂચિત જાતિ તેમજ ચાર સીટો અનૂસૂચિત જનજાતિ માટે અનામત : ૨૦ સીટો જનરલ કેટેગરીની

અમદાવાદ,તા.૧૧: ગુજરાતમાં લોકસભાની ૨૬ બેઠકો માટે ૨૩મી એપ્રિલના દિવસે મતદાન થનાર છે ત્યારે ગુજરાતમાં પણ આને લઇને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન દરમિયાન ગુજરાતમાં મતદાન થશે. ચૂંટણી પંચ દ્વારા કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યા બાદ ગુજરાતમાં મુખ્ય ચૂંટણી અધિકારી એસ મુરલીકૃષ્ણએ કહ્યું છે કે, આચારસંહિતા તાત્કાલિક ધોરણે અમલી બની ગઈ છે. ઉમેદવારો ૨૮મી માર્ચથી લઇને ચોથી એપ્રિલ દરમિયાન સવારે ૧૧ વાગ્યાથી લઇને ત્રણ વાગ્યા સુધી ઉમેદવારીપત્રો ભરી શકશે. અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે બે સીટ અનામત રાખવામાં આવી છે તેમાં કચ્છ અને અમદાવાદ પશ્ચિમનો સમાવેશ થાય છે જ્યારે અનુસૂચિત જનજાતિ માટે અનામત રાખવામાં આવેલી સીટમાં દાહોદ, છોટાઉદેપુર, બારડોલી તેમજ વલસાડનો સમાવેશ થાય છે. ગુજરાતમાં બાકીની ૨૦ સીટો જનરલ કેટેગરીમાંથી ઉમેદવારો માટે છે. ગુજરાતમાં ૫૧૭૦૯ મતદાન મથકો પર મતદાન થશે જે પૈકી એક તૃતિયાંશ શહેરી વિસ્તારોમાં અને બે તૃતિયાંશ ગ્રામિણ વિસ્તારોમાં છે. ૮ મતદાન મથકો ઉપર ૧૫૦૦થી વધારે રજિસ્ટ્રર્ડ મતદારો છે. ૩૮૯૫ મતદાન મથકો ઉપર ૫૦૦થી ઓછા રજિસ્ટ્રર્ડ વોટર છે. ૩૧૦૫૬ મતદાન મથકો ઉપર ૫૦૦થી ૧૦૦ વચ્ચે રજિસ્ટર્ડ મતદારો છે અને ૧૬૭૫૦ મતદાન મથકો ઉપર ૧૦૦૦ અને ૧૫૦૦ વચ્ચે રજિસ્ટર્ડ મતદારો છે. ગુજરાતમાં ૨૩મી એપ્રિલના દિવસે મતદાન યોજાશે. ગુજરાતમાં ચૂંટણી માટે જાહેરનામુ ૨૮મી માર્ચના દિવસે જારી કરાશે. ઉમેદવારી પાછી ખેંચવાન છેલ્લ તારીખ ૪થી એપ્રિલ રહેશે. ચકાસણીની સાથે પાંચમી એપ્રિલના દિવસે રહેશે. ઉમેદવારી પરત ખેંચવા માટેની છેલ્લી તારીખ ૮મી એપ્રિલ રહેશે. તમામ ૨૬ સીટ ઉપર મતદાન યોજાશે. લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાનાર છે ત્યારે ત્રીજા તબક્કામાં ગુજરાતમાં ચૂંટણી યોજાશે. ચૂંટણી પંચને એવી દહેશત પણ સતાવી રહી છે કે, ગુજરાતમાં ચૂંટણી દરમિયાન મની પાવરનો ઉપયોગ થઇ શકે છે. આ શક્યતાને ડામવા માટે ચૂંટણી પંચે કેટલાક બગલા લીધા છે. ફ્લાઇંગ ટુકડીઓ પણ ગોઠવવામાં આવશે. ચેકપોસ્ટ ઉપર ચકાસણી પણ હાથ ધરવામાં આવશે. ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી સ્પર્ધા થશે. ગુજરાતમાં ૨૬ બેઠકો ઉપર મતગણતરીને લઇને તમામ પગલા લેવાયા છે.

પોલિંગ સ્ટેશન ઉપર રજિસ્ટર્ડ મતદારો...

અમદાવાદ, તા. ૧૧: ગુજરાતમાં લોકસભાની ૨૬ બેઠકો માટે ૨૩મી એપ્રિલના દિવસે મતદાન થનાર છે ત્યારે ગુજરાતમાં પણ આને લઇને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પોલિંગ સ્ટેશન પર રજિસ્ટર્ડ મતદારોની સંખ્યા નીચે મુજબ છે.

પોલિંગ સ્ટેશનની સંખ્યા

રજિસ્ટર્ડ મતદાર

૧૫૦૦થી વધુ

૩૮૯૫

૫૦૦થી ઓછા

૩૧૦૫૬

૫૦૦ અને ૧૦૦ વચ્ચે

૧૬૭૫૦

૧૦૦૦-૧૫૦૦ વચ્ચે

ગુજરાત ચૂંટણી ચિત્ર...: ૪૪.૪૮ કરોડ મતદારો નોંધાયા

અમદાવાદ, તા. ૧૧: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી ૨૩મી એપ્રિલના દિવસે યોજાનાર છે. લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન દરમિયાન ગુજરાતમાં મતદાન થશે. ચૂંટણી પંચ દ્વારા કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યા બાદ ગુજરાતમાં મુખ્ય ચૂંટણી અધિકારી એસ મુરલીકૃષ્ણએ કહ્યું છે કે, આચારસંહિતા તાત્કાલિક ધોરણે અમલી બની ગઈ છે. ગુજરાત ચૂંટણીનું ચિત્ર નીચે મુજબ છે.

કુલ સીટો

૨૬

જનરલ સીટો

૨૦

અનૂસૂચિત જાતિ (અનામત)

અનૂસૂચિત જનજાતિ (અનામત)

૦૪

કુલ મતદારોની સંખ્યા

૪.૪૮ કરોડ

પુરુષ મતદારોની સંખ્યા

૨.૩૩ કરોડ

મહિલા મતદારોની સંખ્યા

૨.૧૫ કરોડ

ઓળખપત્ર ધરાવનાર

૪.૪૭ કરોડ

પોલિંગ સ્ટેશન

૫૧૭૦૯

શહેરી વિસ્તારમાં પોલિંગ સ્ટેશન

૧૭૩૩૦

ગ્રામિણ વિસ્તારમાં પોલિંગ સ્ટેશન

૩૪૩૭૯

જાહેરનામુ જારી

૨૮મી માર્ચ

ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ

ચોથી એપ્રિલ

ચકાસણીની તારીખ

૫મી એપ્રિલ

ઉમેદવારી ખેંચવાની છેલ્લી તારીખ

૮મી એપ્રિલ

મતદાનની તારીખ

૨૩મી એપ્રિલ

મતગણતરીની તારીખ

૨૩મી મે

 

ભૂતકાળના પરિણામો, મતદાન ટકાવારી.......

૨૦૧૪માં ૬૩ ટકા મતદાન

અમદાવાદ, તા. ૧૧: ગુજરાતમાં લોકસભાની ૨૬ બેઠકો માટે ૨૩મી એપ્રિલના દિવસે મતદાન થનાર છે ત્યારે ગુજરાતમાં પણ આને લઇને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.ભૂતકાળની ચૂંટણીના પરિણામો અને મતદાનની ટકાવારી નીચે મુજબ છે.

વર્ષ ૧૯૯૮

પાર્ટી

કેટલી સીટો

ભાજપ

૧૯

કોંગ્રેસ

૦૭

વર્ષ ૧૯૯૯

ભાજપ

૨૦

કોંગ્રેસ

૦૬

વર્ષ ૨૦૦૪

ભાજપ

૧૪

કોંગ્રેસ

૧૨

વર્ષ ૨૦૦૯

 

ભાજપ

૧૫

કોંગ્રેસ

૧૧

વર્ષ ૨૦૧૪

 

ભાજપ

૨૬

કોંગ્રેસ

૦૦

મતદાનની ટકાવારી

વર્ષ

ટકાવારી

૧૯૯૮

૫૯.૩૧

૧૯૯૯

૪૫.૧૧

૨૦૦૪

૪૫.૧૬

૨૦૦૯

૪૭.૮૯

૨૦૧૪

૬૩.૬૬

મત હિસ્સેદારી ચિત્ર....

ભાજપની મત હિસ્સેદારી વધારે

ગુજરાતમાં લોકસભાની ૨૬ બેઠકો માટે ૨૩મી એપ્રિલના દિવસે મતદાન થનાર છે ત્યારે ગુજરાતમાં પણ આને લઇને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.ગુજરાતમાં કયા વર્ષે ભાજપ કોંગ્રેસની કેટલી મત હિસ્સેદારી રહી તે નીચે મુજબ છે.

વર્ષ ૧૯૯૮

પાર્ટી

મત હિસ્સેદારી (ટકામાં)

ભાજપ

૪૮.૨૮

કોંગ્રેસ

૩૬.૪૯

અન્યો

૧૫.૨૩

વર્ષ ૧૯૯૯

ભાજપ

૫૨.૪૮

કોંગ્રેસ

૪૫.૪૪

અન્યો

૨.૦૮

વર્ષ ૨૦૦૪

ભાજપ

૪૭.૩૭

કોંગ્રેસ

૪૩.૮૬

અન્યો

૮.૭૭

વર્ષ ૨૦૦૯

ભાજપ

૪૬.૫૨

કોંગ્રેસ

૪૩.૪૮

અન્યો

૧૦

વર્ષ ૨૦૧૪

ભાજપ

૫૯.૧

કોંગ્રેસ

૩૨.૯

અન્યો

(9:45 pm IST)