Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

ક્રેડાઈએ પુલવામા શહીદોના પરિવારો માટે ઘરો ઓળખ્યા

ક્રેડાઇ પાંચ વર્ષ સુધી ઘરોનું મેઇન્ટેનન્સ કરશે : ક્રેડાઈએ અગાઉ શહીદોના પરિવારજનોને ઘરો આપવાનું વચન આપ્યું હતું : વચન પાલન કરીને ૩૦ ઘર ઓળખ્યા

અમદાવાદ,તા. ૧૧: પુલવામા આતંકવાદી હુમલામાં શહીદોના પરિવારજનોને ઘરો આપવાની ઉદારતા દાખવતાં એક રચનાત્મક અને સન્માનીય પહેલના ભાગરૃપે ક્રેડાઈએ શહીદોના પરિવારજનો માટે ૩૦ ઘર ઓળખી કાઢ્યાં છે, જ્યારે અન્ય ઘરોની વિગતો નજીકના ભવિષ્યમાં નક્કી કરાશે. આ ઘરો સૈનિકોનાં સંબંધિત ઘરનાં શહેરો અથવા રાજ્યોમાં સ્થિત છે, જેમાં ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખંડ, તામિલનાડુ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઓડિશા, મધ્ય પ્રદેશ, જમ્મુ- કાશ્મીર, હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, ઝારખંડ, કેરળ, કર્ણાટક, આસામ અને પંજાબનો સમાવેશ થાય છે.  ક્રેડાઇ દ્વારા પાંચ વર્ષ માટે આ ઘરોનું મેઇન્ટેનન્સ પણ પૂરું પાડવામાં આવશે. ક્રેડાઈએ આપણા સશસ્ત્ર બળોની પડખે મજબૂત રીતે રહેવાનું વલણ જાળવી રાખ્યું છે. આ ઘરો આપવાની તૈયારી બતાવનારા ક્રેડાઈના સભ્યો એટીએસ, પ્રેસ્ટિજ ગ્રુપ, ગૌરસન્સ ઈન્ડિયા, આલ્કોવ રિયાલ્ટી, મિરચંદાની ગ્રુપ, અનુકંપા ગ્રુપ, મંગલમ ગ્રુપ, નાર્વિક નિર્માણ એન્ડ ફાઈનાન્સર્સ પ્રા. લિ., વિશ એમ્પાયર, બેરી ડેવલપર્સ, ક્રિશ ગ્રુપ, બીસીસી ઈન્ફ્રા, બેલાની ગ્રુપ, સુપરટેક લિમિટેડ, રાહેજા ડેવલપર્સ, રામેશ્વરમ ગ્રુપ, અક્ષત એપાર્ટમેન્ટ પ્રા. લિ., જેઓપી ગ્રુપ વગેરેનો સમાવેશ થાય છે. ક્રેડાઈના રાષ્ટ્રીય પ્રમુખ શ્રી જક્ષય શાહે જણાવ્યું હતું કે, અમે સીઆરપીએફના જવાનો અને તેમના પરિવારોને પડખે છીએ. ક્રેડાઈએ અગાઉ શહીદોના પરિવારજનોને ઘરો આપવાનું વચન આપ્યું હતું. આ વચનનું પાલન કરતાં ૩૦ ઘરો ઓળખી કાઢવામાં આવ્યાં છે, જ્યારે બાકી ઘરોની વિગતો પણ ટૂંક સમયમાં જ નક્કી કરાશે. ક્રેડાઇની આ રચનાત્મક અને સન્માનીય પહેલને અનોખી સમાજિક પ્રેરણાના રૃપમાં બિરદાવવામાં આવી રહી છે.

(9:35 pm IST)