Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

કરચેલિયા નજીક પસાર થતી કેનાલમાં ગાબડું પડતા વાવેલા પાકોને જીવનદાન મળ્યું: ભ્રસ્ટાચારની પોલ સામે આવી

કરચેલિયા:દક્ષિણ ગુજરાતમાંથી પસાર થતી કાંકરાપાર, ડાબા કાંઠાની નહેરોનું નવિનીકરણ થયા પછી ખેડૂતોને પાકો માટે પુનઃ પાણી મળતા ખેડૂતો રાજી રેડ થયા હતા અને સાચે જ પોતે વાવેલા પાકોને જીવત દાન મળી જતા ખેડૂતો પાકનાં નફાની ગણતરી માડી રહ્યા હતા. ત્યારે રવિવારની સવારે ૯ઃ૩૦ કલાકની આસપાસ  માઈનોર નહેરમાં મસમોટું ગાબડું પડયુ હતું.

આ નહેરનું નવિનીકરણ કર્યાને માંડ ૧પ દિવસ થયા છે. કાંદિચા-આમચક વચ્ચેનાં સાડા ચાર કિ.મી.ની વચ્ચે રવિવારે મસમોટું ગાબડું પડતા જ પાણીનો મોટો જથ્થો વેડફાઈ  જતા આસપાસનાં ખેડૂતોના જીવ અધ્ધર  થઈ ગયા હતા. આટલા મોટા જથ્થામાં પાણી વેડફાઈ જવા છતાં કોઈ અધિકારી ત્યાં ફરકવાનું નામ લીધું ન હતું. સરકાર એક બાજુ સતત ખેડૂતોની ચિંતા કરી છે. તો બીજી બાજુ કોન્ટ્રાક્ટરોએ નર્યો ભ્રષ્ટાચાર આચરી સરકારને ચૂનો લગાવ્યો છે. 

 

(5:35 pm IST)