Gujarati News

Gujarati News

News of Monday, 11th March 2019

વાલોડના બીજાપુરમાં 60 વર્ષની મહિલાનું મંગળસૂત્રની ચોરી કરનાર બે મહિલા ઠગને પોલીસે રંગે હાથે દબોચી

વાલોડ: તાલુકાનાં બીજાપુરા ગામે પટેલ ફળિયામાં રહેતી ૬૦ વર્ષની મહિલા હાટ બજારમાંથી શાકભાજી ખરીદી ચાલતી ઘરે જતી હતી. ત્યારે પાછળથી દોડીને આવેલી બે મહિલાએ ગળામાં પહેરેલુ ત્રણ તોલા સોનાનું મંગળ સૂત્ર કિંમત રૂ.૮૭પ૦૦નું ખેંચી તોડી લઈ ભાગી ગઈ હતી. જોકે, પોલીસે સુરતનાં લિંબાયતની બંને મહિલાને વાલોડ હાઈવે પાસેથી ઝડપી લીધી હતી.

બાજીપુરા ગામે પટેલ ફળિયામાં લલીતાબેન સીતારામભાઈ ઝવેરભાઈ પટેલ (ઉ.વ.૬૦) પરિવાર સાથે રહે છે. બાજીપુરા ગામે દર રવિવારે ભરાતા હાટ બજારમાં લલીતાબેન શાકભાજી ખરીદી કરવા ગયા હતા. સવારે ૧૧ વાગ્યે શાકભાજીની ખરીદી કરી તેઓ હાથમાં શાકભાજીની થેલી લઈ ચાલતા ઘરે જતા હતા. તે સમયે પછળથી પહેરેલી ૩પથી ૪૦ વર્ષની બે અજાણી મહિલા દોડીને તેમની પાસે આવી હતી અને લલીતાબેન કશું સમજે તે પહેલા ગળામાં પહેરેલું ત્રણ તોલા સોનાનું મંગળસૂત્ર કિ.રૂ.૮૭,પ૦૦ ખેંચીને તોડી લઈને ભાગી હતી. 

(5:30 pm IST)