Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કંબોઇ ગામે ધરણા કાર્યક્રમ

વિદ્યાસહાયકોની સળંગ નોકરી સહિતની પડતર માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન

દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા 1997થી ભરતી થયેલ બાલગુરુ વિદ્યાસહાયકોની સળંગ નોકરી સહિતની પડતર માંગણીઓને લઈને લીમખેડાના કંબોઈ ગામે શિક્ષકો દ્વારા ધરણાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં શિક્ષકો હાજર રહ્યા હતા.

  રાજ્ય સરકાર દ્વારા 1997થી શિક્ષણ વિભાગમાં શિક્ષકોની પાંચ વર્ષ સુધી ફીક્સ પગારથી ભરતી કરવામાં આવી હતી જે ભરતી થયેલા શિક્ષકો માંથી રાજય સરકાર દ્વારા 2006 થી ભરતી થયેલ શિક્ષકોની નોકરી સળંગ ગણવાની જાહેરાત અગાઉ કરવામાં આવી હતી.

  પરંતુ 1997 થી વિદ્યાસહાયક તરીકે ભરતી થયેલા શિક્ષકોને સરકાર દ્વારા સળંગ નોકરી નહિ કરતા જીલ્લા સહિત રાજયભરના શિક્ષકોએ સરકાર સામે નારાજગી વ્યક્ત કરીને જીલ્લાના મામલતદાર, કલેક્ટર સહિત જીલ્લા સાંસદ અને ધારાસભ્યોને આવેદનપત્ર આપવામાં આવેલ હોવા છતા કોઈ નિરાકરણ નહિ આવતા દાહોદ જીલ્લાના શિક્ષકોએ પડતર માગણીઓને લઈને લીમખેડા તાલુકાના કંબોઈ ગામે ધરણાંનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

જેમાં સમગ્ર જીલ્લામાંથી મોટી સંખ્યામાં શિક્ષકો હાજર રહ્યા હતા અને જો સરકાર તેઓની માંગણીઓ નહિ સ્વીકારે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારી હતી, હવે જોવાનું એ રહેશે કે સરકાર ક્યારે શિક્ષકોની પડતર માગણીઓનો ઉકેલ લાવે છે.

(7:58 pm IST)
  • પ્રિયંકાની સક્રિય રાજકારણ બાદ સોશ્યલ મીડીયામાં પણ એન્ટ્રીઃ ટવી્ટર ઉપર સક્રિય થયા : priyankagandhi થી ટવી્ટર હેન્ડલ શરૂ કર્યું access_time 3:30 pm IST

  • નમસ્કાર હું પ્રિયંકા ગાંધી વાડ્રા ,આપને મળવા લખનૌ આવી રહી છું :આપણે બધા મળીને નવી રાજનીતિની શરૂઆત કરશું : લખનૌમાં રોડ શો પહેલા પ્રિયંકા ગાંધીએ ઓડિયો મેસેજ મોકલ્યો :લખનૌમાં લોકસભા ચૂંટણી પ્રચારની શરૂઆત કરતા પ્રિયંકા ગાંધી સાથે જ્યોતિરાદિત્ય સિંધિયા સહિતના આગેવાનો જોડાશે :પ્રિયંકાએ 30 સેકન્ડમાં ઓડીઓ મેસેજમાં નવા ભવિષ્ય અને નવી રાજનીતિના નિર્માણનું આહવાન કર્યું :કોંગ્રેસ સાથે જોડાવવા અપીલ કરી access_time 1:24 am IST

  • ભૂપેન હઝારિકાના પુત્રએ ભારત રત્ન લેવા કર્યો ઇન્કાર :ભાઈએ કહ્યું હું તેમાં સહમત નથી :ભૂપેન હઝારિકાના મોટા ભાઈ સમર હઝારિકાએ કહ્યું કે ભારત રત્ન પાછો આપવાનો નિર્ણંય તેના પુત્રનો હોય શકે છે પરંતુ હું તેમાં સહમત નથી access_time 1:07 am IST