Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

ચીખલી તાલુકા નજીક રૂઢિ પ્રથા સામે ફરિયાદ નોંધનાર ખેડૂતોના ખેતરમાં પાઇપની તોડફોડ કરનાર મહિલા સહીત 7 શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ

ચીખલી: તાલુકાનાં રાનવેરીકલ્લા ગામે સ્થાનિક વહીવટી તંત્રની મંજૂરી વિનાજ રૂઢી પ્રથા ગ્રામસભા યોજાતા સમગ્ર પંથકમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. જોકે, પોલીસે એક મહિલા સહિત ૮ શખ્સો સામે ગુનો દાખલ કરતા ગ્રામ્ય વિસ્તારોમાં રૂઢીપ્રથા ગ્રામસભા યોજનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. રવિવારે રાનવેરીકલ્લા ગામે કેટલાક તત્વોએ કેટલાક ખેડૂતોનાં ખેતરમાં પાણી માટે વપરાતા પાઈપોની તોડફોડ કરતા ખેડૂતોએ ચીખલી પોલીસનું ધ્યાન દોર્યું છે.

ઘટનાની પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર રાજ્યનાં પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રૂઢીપ્રથા ગ્રામસભાને ગેરકાયદેસર જાહેર કરી હોવા છતાં પણ ચીખલી તાલુકાનાં રાનવેરીકલ્લા ગામે શનિવારે રૂઢીપ્રથા ગ્રામસભા યોજાઇ હતી. રાનવેરીકલ્લાના કેટલાક આગેવાનોએ ચીખલી પોલીસને રજૂઆત કરતા જણાવ્યું હતું કે, અમારા ગામમાં દરેક જાતિ-ધર્મનાં લોકો હળીમળીને રહે છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી ચીખલી તાલુકામાં રૂઢીપ્રથા ગ્રામસભા યોજીને કેટલાક તત્વો આદિવાસી પ્રજાને ગેરમાર્ગે દોરી રહ્યા છે. 

(5:06 pm IST)
  • ભૂપેન હઝારિકાના પુત્રએ ભારત રત્ન લેવા કર્યો ઇન્કાર :ભાઈએ કહ્યું હું તેમાં સહમત નથી :ભૂપેન હઝારિકાના મોટા ભાઈ સમર હઝારિકાએ કહ્યું કે ભારત રત્ન પાછો આપવાનો નિર્ણંય તેના પુત્રનો હોય શકે છે પરંતુ હું તેમાં સહમત નથી access_time 1:07 am IST

  • નમસ્કાર હું પ્રિયંકા ગાંધી વાડ્રા ,આપને મળવા લખનૌ આવી રહી છું :આપણે બધા મળીને નવી રાજનીતિની શરૂઆત કરશું : લખનૌમાં રોડ શો પહેલા પ્રિયંકા ગાંધીએ ઓડિયો મેસેજ મોકલ્યો :લખનૌમાં લોકસભા ચૂંટણી પ્રચારની શરૂઆત કરતા પ્રિયંકા ગાંધી સાથે જ્યોતિરાદિત્ય સિંધિયા સહિતના આગેવાનો જોડાશે :પ્રિયંકાએ 30 સેકન્ડમાં ઓડીઓ મેસેજમાં નવા ભવિષ્ય અને નવી રાજનીતિના નિર્માણનું આહવાન કર્યું :કોંગ્રેસ સાથે જોડાવવા અપીલ કરી access_time 1:24 am IST

  • મહેસાણા :પક્ષ પલટો કરનાર આશા પટેલ વિરુદ્ધ જનઆક્રોશ સભા :ઊંઝા પાલિકા ઉપપ્રમુખ ભવલેશ પટેલ દ્વારા કરાઈ જાહેરાત :ઊંઝાના પૂર્વ spg પ્રમુખ રહી ચૂક્યા છે ભવલેશ પટેલ :આશાબેન પટેલ વિરુદ્ધ કરવામાં આવશે જન આક્રોશ સભા - ભવલેશ પટેલ access_time 9:30 pm IST