Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

અમદાવાદના સરદારનગરમાં લગ્ન બાબતે દબાણ કરતા યુવતીએ આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર

અમદાવાદ: સરદારનગર વિસ્તારમાં રહેતી ૨૧ વર્ષની યુવતીને લગ્ન માટે દબાણ કરી એક યુવક અને તેના સાથીદારોએ ઢોર માર માર્યો હતો. જેને પગલે યુવતીને લાગી આવતા તેણે ગળાફાંસો ખાઈને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં બેભાન હાલતમાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સરદારનગર પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની વિગત મુજબ સરદારનગર વિસ્તારમાં રહેતી યુવતીનાં પાંચ વર્ષ અગાઉ લગ્ન થયા હતા. જોકે પિ સાથે અણબનાવ બનતા તેણે છુટાછેડા લીધા હતા. દરમિયાન યુવતી કુબેરનગરમાં રહેતા ચિરાગ ગૌતમ તમાઈચે નામના યુવકના સંપર્કમાં આવી હતી. અવારનવાર બન્ને મોબાઈલ પર વાતચીત કરતા હતા. જેમાં બન્ને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા. બીજીતરફ ચિરાગ આ યુવતીને લગ્ન કરી લેવા માટે દબાણ કરવા લાગ્યો હતો. યુવતીએ હાલમાં તેનો લગ્ન કરવાનો ઈરાદો નથી એમ કહેતા ચિરાગે તેને લગ્ન નહી કરે તો જાનથી મારી નાંખશે એવી ધમકી આપી હતી. એટલું જ નહી બન્નેના વિડીયો બધાને બતાવી દેશે એવી ધમકી પણ આપી હતી.

(5:05 pm IST)
  • નમસ્કાર હું પ્રિયંકા ગાંધી વાડ્રા ,આપને મળવા લખનૌ આવી રહી છું :આપણે બધા મળીને નવી રાજનીતિની શરૂઆત કરશું : લખનૌમાં રોડ શો પહેલા પ્રિયંકા ગાંધીએ ઓડિયો મેસેજ મોકલ્યો :લખનૌમાં લોકસભા ચૂંટણી પ્રચારની શરૂઆત કરતા પ્રિયંકા ગાંધી સાથે જ્યોતિરાદિત્ય સિંધિયા સહિતના આગેવાનો જોડાશે :પ્રિયંકાએ 30 સેકન્ડમાં ઓડીઓ મેસેજમાં નવા ભવિષ્ય અને નવી રાજનીતિના નિર્માણનું આહવાન કર્યું :કોંગ્રેસ સાથે જોડાવવા અપીલ કરી access_time 1:24 am IST

  • બૈતૂલના ભાજપના સાંસદ જ્યોતિ ધુર્વનું જાતિ પ્રમાણપત્ર કેન્સલ ;વધી શકે છે મુશ્કેલી :જનજાતીય કાર્ય વિભાગની તપાસ સમિતિએ ધૂર્વનું અનુસૂચિત જનજાતિ પ્રમાણપત્ર રદ કરવા પરનો પ્રતિબંધ હટાવ્યો :એટલે કે જ્યોતિ ધુર્વ જનજાતીય વર્ગના નથી access_time 1:02 am IST

  • કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાનું પોરબંદર લોકસભા બેઠકથી લડવા મુદ્દે નિવેદન :પક્ષ જેની પસંદગી કરશે તેને ચૂંટણીમાં વિજયી બનાવીશું : રાદડિયા પરિવારના સભ્યને ચૂંટણી લડાવવાની ચર્ચા : જયેશ રાદડિયા કે તેમના ભાઇ લલિત રાદડિયાને ભાજપ ઉતારી શકે છે મેદાનમાં access_time 12:28 am IST