Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

બાલાસિનોરમાં વહેલી સવારે પોલીસે રેઇડ પાડી 150 કિલોના ગૌમાંસના જથ્થા સાથે ચાર શખ્સોની અટકાયત કરી

બાલાસિનોર:કસાઇવાડામાંથી આજે સવારે પોલીસે રેઇડ કરી ૧૫૦ કિલો ગૌમાંસ સાથે ચાર ઈસમોને કતલ કરવાના સાધનો સાથે ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ઘરી હતી. 
બાલાસિનોર પોલીસને માહિતી મળેલ કે બાલાસિનોર કસાઇવાડામાં રહેતા ઈસમો ગૌમાંસ લાવી વેચે છે. જેથી પોલીસ આજે સવારે સાડા સાત વાગે દરોડો પાડતા ગૌવંશને કતલ કરતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા. આ ઉપરાંત ગૌમાંસ વેચાતું લાવી રહેણાંક મકાનની પાછળના ભાગમાં બહાર ખુલ્લામાં રાખેલ મળી આવ્યું હતું. 
પોલીસે ગૌમાંસ ૧૫૦ કિલો રૂ. ૭૫૦૦ સાથે અખ્તરહુશેન લતીફભાઇ બેલીમ (કુરેશી) શાહનવાઝ સઇદમીયા કુરેશી, મહંમદફારૂક રસુલમીયાં શેખ તથા આસીર હુશેન રસુલમીયાં શેખનેે ઝડપી પાડી બે કુહાડી, એક છરો, ત્રણ છરી તેમજ દોરડાના ટુકડા કબજે કર્યા હતા.

(5:05 pm IST)